Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક યોજાઈ‎:માછીમાર આગેવાનોએ વિવિધ પ્રશ્નોને લઈને કેબિનેટ મંત્રીને રજુઆત કરી

    2 सप्ताह पहले

    પોરબંદર સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં માછીમાર સમાજના ઉત્કર્ષ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, માછીમાર બોટ એસોસિયેશનના પ્રતિનિધિઓ, ખારવા સમાજના આગેવાનો તેમજ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન માછીમારોના રોજગાર, દરિયાઈ સુરક્ષા, બોટ વ્યવસાય અને માછીમારી માટે જરૂરી પાયાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ માછીમારો સુધી અસરકારક રીતે પહોંચાડવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે માછીમાર ભાઈઓએ પોતાના પડતર પ્રશ્નો, રજૂઆતો અને વિવિધ માંગણીઓ મંત્રી સમક્ષ મૂકી હતી. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તમામ પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને તેનું યોગ્ય અને ઝડપી નિરાકરણ લાવવા માટે સંપૂર્ણ ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:રાણાવાવના કેરાળા ગામ 22 સીસીટીવી કેમેરાથી સજ્જ
    Next Article
    ફરિયાદ નોંધાઈ:રાણાવાવનાં અમરદળ ગામે ખેતરના પાણીના મુદ્દે ઝઘડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment