Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:રાણાવાવનાં અમરદળ ગામે ખેતરના પાણીના મુદ્દે ઝઘડો

    2 सप्ताह पहले

    રાણાવાવના અમરદળ ગામે ઝરડી સીમમાં ખેતરના પાણીના નિકાલ મુદ્દે થયેલા ઝઘડામાં મહિલા સહિત 3 શખ્સે મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી માર મારી અને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવના અમરદળ ગામે ઝરડી સીમમાં ભાવનાબેન કારાભાઇ રાઠોડ નામના મહિલા તથા આરોપીઓ હીરા રાજા રાઠોડ, મના મથુર અને સવિતા હીરા રાઠોડના ખેતરો એક શેઢે આવેલા હોય અને આરોપી દ્વારા શેઢે પાણાની દિવાલ કરવામાં આવી હતી. જેના કારણે મહિલાના ખેતરનું પાણી આરોપીના ખેતરમાં જતા મામલો ઉગ્ર બન્યો હતો.આરોપીએ મહિલાના પુત્ર ચિરાગનો કોલર પકડી તમારા ખેતરનું પાણી અમારા ખેતરમાં આવવા દેતા નહીં તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મહિલાને કોદાળી કમરના ભાગે મારી હતી તેમજ મહિલાના પતિ કારાભાઈને છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી. તમામ આરોપીઓએ મહિલા તથા તેમના પરિવારને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા સહિત 3 શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બેઠક યોજાઈ‎:માછીમાર આગેવાનોએ વિવિધ પ્રશ્નોને લઈને કેબિનેટ મંત્રીને રજુઆત કરી
    Next Article
    RJ Mahvash on unfollowing Yuzvendra Chahal, dating rumours: ‘Two friends had an argument’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment