Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુપાલન વિભાગ:સ્થાનિકોની ફરિયાદો મળતા સેનિટેશન ટીમ દ્વારા ભૂંડના મૃતદેહો ઉપાડવામાં આવ્યા

    2 weeks ago

    સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી કોઈ કારણસર ભુંડના મોત થઈ રહ્યાં છે. મફતિયાપરા, નકલંકપરા, ભોગવો નદી આસપાસના વિસ્તારમાં દરરોજના અંદાજે 70 જેટલા ભૂંડના મૃતદેહ મળી રહ્યાં છે. સ્થાનિકોની ફરિયાદો મળતા મનપાની સેનિટેશન ટીમ દ્વારા તાત્કાલિક ભૂંડના મૃતદેહો ઉપાડવામાં આવી રહ્યાં છે પરંતુ ટપોટપ મરી રહેલા ભૂંડમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો હોવાની દહેશત છે. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 10 દિવસથી ઠેર ઠેર ભુંડ મૃત્યુ પામેલી હાલતમાં હોવાની મનપાને ફરિયાદો મળી રહી છે. જેમાં ખાસ કરીને ભોગવો નદીના પટની આસપાસના વિસ્તારમાં આવેલ નકલંકપરા, મફતિયાપરા વિસ્તારમાં અનેક ભુંડ મોતને ભેટ્યા છે. હાલ મનપાની સેનિટેશન ટીમ દ્વારા સવારથી સાંજ સુધી ભુંડના મૃતદેહો ઉપાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 700થી વધુ ભુંડના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યા છે. પરતું એકસાથે આટલી મોટી સંખ્યામાં ભૂંડના મોતને લઈને મનપાની ટીમ દ્વારા પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળી શકે પશુપાલન વિભાગ દ્વારા 5થી 6 જગ્યાએ સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી છે તેમજ મૃત ભૂંડનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મોતનું સાચું કારણ જાણવા માટે સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળી શકે તેમ છે.ભાવિકભાઈ પટેલ, પશુપાલન અધિકારી
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:પૂર્વ મંત્રીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટતા જોરદાર હોબાળો થયાની ચર્ચા, મંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યા પણ અધિકારી ઉપડી ગયા
    Next Article
    રાજકીય હૂંસાતૂંસી:પાણીની પળોજણથી પરેશાન ‘પૂર્વ’, 200 કરોડથી વધુનાં કામો, 10 હજારથી વધુ નળમાં અપૂરતાં અને ગંદાં જળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment