Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:પૂર્વ મંત્રીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટતા જોરદાર હોબાળો થયાની ચર્ચા, મંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યા પણ અધિકારી ઉપડી ગયા

    2 weeks ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... પૂર્વ મંત્રી સાથે મહિલાએ મારામારી કરી કપડા ફાડી નાખ્યાની ચર્ચા સુરતના રાજકીય ગલિયારામાં એક પૂર્વ મંત્રીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચા એવી છે કે પૂર્વ મંત્રી અને બારડોલીમાં રહેતી એક યુવતી વચ્ચે લાંબા સમયથી નજીકના સંબંધો હતા અને યુવતી વિદેશથી આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ચર્ચાઓ મુજબ મહિલા ગર્ભવતી બન્યા બાદ લગ્નનો મુદ્દો ઉઠાવતા બંને વચ્ચે મોડીરાત્રે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઝઘડા સુધી પહોંચ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે મહિલાએ ગુસ્સામાં નેતાજીના કપડા ફાડી નાખ્યા હતા અને હોબાળો વધતા મારામારી જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડીરાત્રે થયેલા હોબાળાને પગલે આસપાસની મહિલાઓ સ્થળ પર પહોંચી જતા સમગ્ર મામલો વધુ ગરમાયો હતો અને પરિસ્થિતિ બગડતા પૂર્વ મંત્રીને સ્થળ છોડવું પડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે પૂર્વ મંત્રીના નજીકના ગણાતા કેટલાક લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મામલે કોઈ સત્તાવાર ફરિયાદ કે અધિકૃત પુષ્ટિ સામે આવી નથી, જેથી ચર્ચાઓની ખાતરી થઈ શકી નથી. ચૂંટણી પછી અધિકારીઓ વેકેશનના મુડમાં, કેટલાક ફરવા નીકળી ગયા તો કેટલાક તૈયારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસ ટાળવાનો, સોનાની ઓછી ખરીદી કરવાનો તેમજ પેટ્રોલનો ઓછો વપરાશ કરવાની સલાહ આપ્યા બાદ ગુજરાત સરકારે આંશિક રીતે તેનો અમલ શરુ કરી દીધો છે. તેમજ શક્ય તેટલી મીટીંગોને હવે વર્ય્યુલી કરવાનુ શરુ કરી દીધુ છે. ઉપરાંત વિદેશ પ્રવાસ પર પણ રોક લગાવી દીધી છે. બીજી બાજુ, બ્યુરોક્રેટ્સમાં કેટલાય બાબુઓ એવા છે કે, જેમને મોદી કે સરકારની અપીલનો જાણે કોઈ જ ફરક પડતો નથી. ગુજરાતમાં ફરજ બજાવતા સિનિયર અને જૂનિયર સહિતના સાતથી આઠ અધિકારીઓ હાલમાં દેશ-વિદેશના પ્રવાસ પર છે. જેમાંથી મોટાભાગના અમેરિકા ઉપડી ગયા છે. પરિવાર સાથે ત્યાં સહેલગાહ માણી રહ્યા છે. સરકારના ટોચના સૂત્રો આ વિદેશ યાત્રાનો બચાવ કરતા જણાવે છે કે, મોદી સાહેબે તો હમણા અપીલ કરી છે. પરંતુ આ અધિકારીઓએ ચારથી પાંચ મહિના પહેલા જ રજા લઈ લીધી હતી તેમજ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી લીધી હતી હવે જો તેને રદ કરાવે તો તેઓને પાંચથી દસ લાખનુ નુકસાન જાય. બીજી બાજુ, હજુ પણ કેટલાક અધિકારીઓ વિદેશ યાત્રા માટેનુ આયોજન કરી રહ્યા છે. 72 IASની બદલીઓ બાદ હવે કેટલાક સિનિયરોની બદલીની શક્યતા સરકારે ગત અઠવાડીયે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલીઓ કરી નાખી હતી. હવે સચિવાલયમાં ચર્ચા શરુ થઈ છે કે આગામી દિવસોમાં વધુ કેટલાક સિનિયર IAS અધિકારીઓની બદલી થઈ શકે છે. ખાસ કરીને એડિશનલ ચીફ સેક્રેટરી મોના ખંધાર અને સેક્રેટરી આરતી કંવર ડેપ્યુટેશન પર દિલ્હી ગયા બાદ તેમની જગ્યાનો ચાર્જ અન્ય કોઈ અધિકારીઓને અપાયો છે. જેમા જીએસટીના મુખ્ય કમિશનરની જગ્યા ખુબ જ અગત્યની છે. હાલમાં ફાઈનાન્સના એસીએસ નટરાજન પાસે આ ચાર્જ છે. શક્યતા એવી છે કે, તેમની બદલી નાણા ખાતામાંથી કરીને તેમને જ જીએસટીનો નિયમિત ચાર્જ સોંપી દેવાશે. જ્યારે મોના ખંધાર ગયા બાદ ખાલી પડેલી અન્ન અને નાગરીક પુરવઠાની જગ્યા પર પણ કોઈ નિયમિત નિમણૂક આપવી પડે તેમ છે. આ જ રીતે ત્રણથી ચાર આઈએએસ દ્રારા સરકારમાં તેમને અન્ય જગ્યાએ ખસેડવા માટેની માગણી પણ કરાઈ હતી. જેને લઈને એવી અટકળો મુકાઈ રહી છે કે હવે સિનિયર આઈએએસ અધિકારીની બદલીનો નાનો રાઉન્ડ આવશે. અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના અધિકારીઓની બદલીઓ થવાની છે. કેટલાક આઈપીએસ અધિકારીઓએ પોતાની પસંદ જગ્યા મેળવવા માટે ભાજપના ઉચ્ચ નેતાઓ સુધી લોબીંગ પણ કર્યું હોવાની ચર્ચા છે. અમદાવાદના પણ બે IPS અધિકારીઓ જલ્દીથી બદલીની રાહ જોઈ રહ્યા છે જેની વચ્ચે તેમની બદલીની આતુરતાનો અંત ઝડપી આવી શકે છે. IPS સાથે કેટલાક IAS અધિકારીઓની પણ બદલ્યો થઈ શકે તેવી ચર્ચા જાગી છે. CMની રાહ જોયા વગર GCAS સિસ્ટમનું AI એજન્ટ લોન્ચ શિક્ષણ વિભાગની જીકાસ સિસ્ટમમાં એઆઇ એજન્ટ લોન્ચ થતાં જ સચિવાલયમાં એક નવી ચર્ચા ચાલી છે — “ટેકનોલોજી હવે સીએમની રાહ પણ નથી જોતી!” ચર્ચા એવી છે કે વિદ્યાર્થીઓના એડમિશનમાં વિલંબ ન થાય તે માટે અધિકારીઓએ પરંપરાગત લોન્ચિંગ સેરેમનીની રાહ જોયા વગર જ એઆઇ સિસ્ટમ એક્ટિવ કરી દીધી. સૂત્રો મુજબ, સમગ્ર પ્રોજેક્ટમાં ટેક્નોલોજી પ્રત્યે ખાસ રસ ધરાવતા અધિકારી મુકેશકુમારે જાતે જ રસ લઈને એઆઇ એજન્ટ લોન્ચ કરાવ્યું. વોઇસ ટુ ટેક્સ્ટ, વોઇસ ટુ વોઇસ અને રિયલ ટાઇમ રિપ્લાય જેવી સુવિધાઓ સાથે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. બેકએન્ડ ટીમ સીધી અપડેટ મોકલે અને અધિકારીઓ તરત જ એઆઇ ફીડબેક સાંભળી શકે એવી ગોઠવણ પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. રાજકીય ગલિયારામાં તો મજાકમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે “હવે લોન્ચિંગ માટે રિબન કાપવાની જરૂર નહીં પડે, એઆઇ પોતે જ સ્ટાર્ટ થઈ જશે!” વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં દોડધામ ન પડે અને પ્રવેશ ઝડપી બને તે માટે આ ટેક્નોલોજીને ખાસ તૈયાર કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. IAS વિજયન અરવિંદ અને પાટણના કલેકટર બદલી થઈ પણ નવી નિમણૂક ન મળી તાજેતરમાં સરકાર દ્રારા 72 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતા. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ હેઠળ આવતા જીઆઈએલ-ગુજરાત ઈન્ફર્મેટીવ લિમિટેડના એમડી-IAS અધિકારી અરવિંદ વિજયન અને પાટણના કલેકટર તુષાર ભટ્ટનો પણ સમાવેશ થાય છે. આ બન્ને અધિકારીઓ સિવાયના તમામ અધિકારીઓને નવી જગ્યા પરનુ પોસ્ટિંગ આપી દેવાયુ છે.પરંતુ વિજયન અને ભટ્ટને હજુ સુધી પોસ્ટિંગ અપાયુ નથી. શા માટે તેઓની બદલી પછી નવી જગ્યાએ નથી મુકાયા એ અંગે જાતજાતની ચર્ચા શરુ થઈ છે. ટેકનિકલ કારણોથી રહી ગયુ છે કે પછી અન્ય કોઈ કારણો છે તેની હજુ કોઈને ખબર પડી નથી. નવા પોસ્ટિંગ માટે વિજયન સીએમઓમાં તેમજ સીએસ કચેરીના આંટાફેરા કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે.જીએડીના સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં વિજયનનુ પોસ્ટિંગ થઈ જશે. જ્યારે આગામી મહીના વયનિવૃત્ત થનારા તુષાર ભટ્ટને ક્યારે પોસ્ટિંગ અપાશે તે અંગે ટોચના અધિકારીઓ પણ કશું બોલવા માગતા નથી. પદાધિકારીઓની નિમણૂક ટલ્લે ચડતા અધિકારી-કોર્પોરેટરો કંટાળ્યા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા બાદ પાંચ વર્ષ માટે કોને સત્તા પર બેસાડવો એના માટે છેલ્લા 10 દિવસથી ભાજપના નેતાઓ એસી ઓફિસમાં બેસીને મંથન કરી રહ્યા છે પણ નામ જાહેર નથી કર્યા. ત્યારે મહાનગરપાલિકાઓમાં અધિકારીઓમાં એક જ ચર્ચા જાગી રહી છે કે, હવે ભાજપવાળાઓ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓને નક્કી ક્યારે કરશે. માત્ર અધિકારીઓ જ નહિ પરંતુ કોર્પોરેટરો પણ હવે કંટાળ્યા છે અને કહે છે કે જલ્દીથી મેયર સહિતના પદાધિકારી મૂકવામાં આવે અને કોર્પોરેશન ધમધમતું ફરી થાય. સોશિયલ મીડિયામાં ફોટો ભલે મૂકો, જનતાના કામ પણ કરજો તાજેતરમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નવા કોર્પોરેટરો બન્યા છે. નવા નવા બનેલા કોર્પોરેટરોમાં કેટલાક કોર્પોરેટરો એવા છે કે જે આજદિન સુધી એસી ઓફિસમાં જ સુટબુટમાં ફરતા હતા. હવે આ કોર્પોરેટરો કોર્પોરેટ ઓફિસમાં ક્યાંય જતા હોય એમ તૈયાર થઈને પ્રજાની વચ્ચે ગલીઓમાં ફરવા લાગ્યા છે. ભાજપના નેતાઓએ પ્રજાની વચ્ચે રહેવાનું અને તમે કોર્પોરેટર છો તો એમ માનીને રહેશો તો નહીં ચાલે એવી ટકોર કરી છે જે બાદ હવે એસી ઓફિસ છોડીને પ્રજાના કામો કરવા માટે ચૂંટાઈને આવ્યા છે તેઓ હવે પ્રજાની વચ્ચે નીકળી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ફોટા મૂકી રહ્યા છે, પણ ચર્ચા એક જાગી છે કે નવા નવા કોર્પોરેટર બન્યા છે એટલે પ્રજા વચ્ચે જવા અને ફોટા પડાવવા લાગ્યા છે પણ ફોટા પડાવવા નહીં ખરેખર પ્રજાના કામ કરજો. MSMEને બેઠા કરવા મુખ્યસચિવની ટકોર બુધવારની બદલે શુક્રવારે મળેલી કમિટી ઓફ સેક્રેટીરીઝની બેઠકમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસે ગુજરાતની નાના અને મધ્યમ કદના ઉધોગોને ફરીથી બેઠા કરીને કાયમી ધોરણે મજબુત કરવા માટે કેટલાક મહત્વના સૂચનો કર્યા છે. તેમજ આગામી સમયમાં તેનો અમલ કરવાની વાત પણ છે. એમ કે દાસે કહ્યુ કે,એમએસએમઈ ઉધોગમાંથી સૌથી વધુ રોજગારી મળે છે.પરંતુ તેમાં લોન લેવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. તેમની પાસે માહિતીનો અભાવ હોય છે. માટે આ ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરીને તેને તમામ માહિતી આપો. જેમાં સરકારી વિવિધ રેકર્ડ અને ખાસ કરીને વિવિધ બેન્કોમાંથી કેટલા દરની લોન મળી શકે છે, કેટલુ વ્યાજ છે,તેના માટેના જરુરી કયા ડોક્યુમેન્ટસ છે, વગેરે માહિતી ઉપરાંત સરકારી સ્કીમોની ઉપયોગી માહિતી પણ આપો.જો આ ઉઘોગને વધુ ફાયદો થશે તો વધુ રોજગારી સાથે ગુજરાતનો આર્થિક વિકાસ પણ વધશે.
    Click here to Read More
    Previous Article
    દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય- ઈંધણ બચશે:રાજકોટ-જામનગર રોડને જોડતો સાંઢિયાપુલ બનીને તૈયાર, 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનો ડ્રોન VIDEO
    Next Article
    પશુપાલન વિભાગ:સ્થાનિકોની ફરિયાદો મળતા સેનિટેશન ટીમ દ્વારા ભૂંડના મૃતદેહો ઉપાડવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment