Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય- ઈંધણ બચશે:રાજકોટ-જામનગર રોડને જોડતો સાંઢિયાપુલ બનીને તૈયાર, 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનો ડ્રોન VIDEO

    2 weeks ago

    રાજકોટ શહેરથી જામનગર-દ્વારકા તરફ જતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જૂના એરપોર્ટ નજીક રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા ટૂંકસમયમાં ખુલ્લો મુકાશે. આ બ્રિજ શરૂ થતા જ દરરોજ અંદાજિત 1 લાખ વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થશે. છેલ્લા 2 વર્ષથી બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે રાજકોટ ત્રિકોણબાગથી જામનગર તરફ જતા વાહનચાલકોએ 10 કિમીનો ચકરાવો લઈ માધાપર ચોકડી પહોંચવું પડી રહ્યું છે. જે અંતર ઘટીને હવે 5 કિમી થઈ જશે. 74 કરોડના ખર્ચે બનેલા ફોરલેન ઓવરબ્રિજના ડ્રોન વીડિયો સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર તમારા માટે લાવ્યું છે. 74 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મૂકાશે રાજકોટ જામનગર રોડ પર 46 વર્ષ જુના સાંઢિયા પુલની જર્જરિત હાલત હોવાથી રૂ.74.32 કરોડનાં ખર્ચે તેના નવીનીકરણ સાથે ફોરલેન બ્રિજ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી 7 માર્ચ 2024ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પછી મેં 2024થી લોકોની અવરજવર માટે આ પુલને બંધ કરી ડાયવર્ઝન જાહેર કરી બાદમાં પુલને તોડી ફોરલેન બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે બે વર્ષના અંતે સાંઢિયો પુલ ફોરલેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ચુક્યો છે જેના થકી રોજ બરોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અને રાજકોટથી જામનગર તેમજ દ્વારકા, મોરબી અને કચ્છ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. 2 લેન ઓવરબ્રિજ તોડીને ફોરલેન કરવામાં આવ્યો 46 વર્ષ પહેલા અહીંયા ટુ-લેન પુલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે સાંઢિયાપુલ તરીકે ઓળખાતો હતો સમય જતા તેની હાલત જર્જરિત બનતા પહેલા ભારે વાહનો માં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને બાદમાં મનપા દ્વારા તેના નવીનીકરણ માટે નિર્ણય kri આ પુલને ડિસ્મેન્ટલ કરી નવો ફોરલેન ફલાયઓવર બ્રિજ બનાવવા નિર્ણય કર્યો હતો. આજે નવા બનીને તૈયાર થયેલા આ બ્રીજની પહોળાઈ 16.40 મીટર અને લંબાઈ 602 મીટર કરવામાં આવી છે. અને નવા બનેલા બ્રિજમા સ્પાનની સંખ્યા 20 અને એક સેન્ટ્રલ સ્પાન મળી કુલ 21 સ્પાન બનાવવામાં આવ્યા છે. આ પૈકી સેન્ટ્રલ સ્પાનની લંબાઇ 36 મીટર રાખવામાં આવી છે. સ્ટ્રોમ વોટરનાં નિકાલ માટે પણ ખાસ બે આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બ્રિજમાં આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત 168 મીટર રાખવામાં આવી છે. આ બ્રીજ બનવાથી રાજકોટનાં લાખો લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. જેમાં હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, શીતલપાર્ક, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર જવા માટે લોકો સરળતાથી આ બ્રિજનો ઉપયોગ કરી શકશે જેથી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે સાથે સાથે સમય અને ઇંધણનો પણ બચાવ થશે. 2 વર્ષથી પરેશાન થતા લાખો વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે હાલ જામનગર રોડ પર બ્રિજના નિર્માણ કાર્યનું કામ ચાલુ હોવાથી છેલ્લા 3 વર્ષથી એસટી બસ તેમજ ભારે વાહનો જામનગર રોડ પરના બદલે શહેરની અંદર મધ્યમાં કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ અને રૈયારોડ પર થઇને જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ તરફ જઈ રહ્યા છે માટે હબે આ ફોરલેન બ્રિજ શરૂ થવાથી તમામ એસટી બસ અને ભારે વાહનો ફરી આ રસ્તા પરથી દોડતા શરૂ થઇ જશે જેના કારણે શહેરની અંદર પણ આ કારણે થતી ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મહદંશે ફાયદો થતો જોવા મળશે. એટલું જ નહિ ગુજરાતણ પ્રથમ એઇમ્સ હોસ્પિટલને જોડતો માર્ગ પણ બંધ થતા હવે મેડિકલ ક્ષેત્રે દર્દીઓને સારવાર માટે પણ આ બ્રિજ ઝડપી અને મદદરૂપ ચોક્કસ બની શકશે. જામનગર તરફ જતી એસટી બસોનું અંતર 5 કિમી ઘટી જશે રાજકોટ બસપોર્ટથી નીકળી એસટી બસ હાલમાં ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇ માધાપર ચોક પહોંચે છે. આ કુલ અંતર 10 કિલોમીટરનું થાય છે જેમાં 30 મિનિટ જેટલો સમય પણ લાગે છે જયારે બ્રિજ શરૂ થતા માત્ર 15 મિનિટમાં માધાપર પહોંચી શકાશે અને અંતર પણ 10 કિલોમીટરથી ઘટીને અડધું એટલે કે 5 કિલોમીટર થઇ જશે. રાજકોટ મનપાના નવા પદાધિકારીઓની વરણી બાદ બ્રિજનું લોકાર્પણ થઈ શકે રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં પદાધિકારીઓની વરણી કરાયા બાદ નવનિર્મિત સાંઢિયાપુલના લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    આગેવાને સ્ટેજ પરથી ત્રણ બાળકો કરવાની સલાહ આપી:અધિકારીઓ દેશ-વિદેશના પ્રવાસે ઉપડ્યા; કલાકારો પર રૂપિયાનો વરસાદ, જુઓ VIDEO
    Next Article
    સાહેબ મિટિંગમાં છે:પૂર્વ મંત્રીના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટતા જોરદાર હોબાળો થયાની ચર્ચા, મંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યા પણ અધિકારી ઉપડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment