Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવારજનોમાં શોક:પ્રેમપરા પાસે રોજડુ પડતાં અથડાતા રાવણી (કુબા)ના બાઈક સવાર યુવાનનું મોત થયું

    2 weeks ago

    પ્રેમપરા પાસે રોજડુ આડુ પડતા રાવણી (કુબા)ના બાઈક સવાર યુવાનનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. હાલ સુરત રહેતા ચેતનભાઈ મનસુખલાલ રાબડીયા ઉ. વ. 34 તેમના વતન વિસાવદર તાલુકાના રાવણી કુબા ગામે પોતાના ઘરે આવ્યા હતા. ગત તા. 11 મે ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં જીજે 11 સીબી 9627 નંબરનું બાઈક લઈને રાવણી (કુબા)થી ખાંભા (ગીર) ગામે કામકાજ અર્થે જતા હતા. તે વખતે સતાધાર રેલ્વે ફાટકથી પ્રેપમરા ગામ તરફના રોડ ઉપર પહોચતા અચાનક રોજડુ આડુ પડતા ચેતનભાઇ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અલગ અલગ દવાખાને સારવાર મેળવી હતી. પરંતુ છેલ્લે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે વિસાવદર પોલીસે મૃતકના કાકા ગોરધનભાઈ રવજીભાઈ રાબડીયાના નિવેદન આધારે આગળની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:હવે દીકરીઓ જૂડો અને કરાટે નહીં જાણતી હોય તો પણ કરંટ આપે તેવા ડિવાઈસથી પોતાનું રક્ષણ કરી શકશે
    Next Article
    ગામ ગામની વાત:કેશોદના કોયલાણા ગામની 900ની વસ્તી વચ્ચે‎ સરકારી હોસ્પિટલ અને પોસ્ટ ઓફીસનો અભાવ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment