Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:હવે દીકરીઓ જૂડો અને કરાટે નહીં જાણતી હોય તો પણ કરંટ આપે તેવા ડિવાઈસથી પોતાનું રક્ષણ કરી શકશે

    2 सप्ताह पहले

    જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ સૈારાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવાનો અને યુવતીઓ માટે યુવા શૈાર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલી યુવતીઓએ અને 225 જેટલા યુવાનોએ જૂડો, કરાટે, નિશાનેબાજી, એરગન જેવી વિવિધ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં જે યુવતીઓ જૂડો અને કરાટે ન જાણતી હોય તો પોતાની રક્ષા કરી શકે તે માટે કરંટ લાગે તેવા ડિવાઈસની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો.પ્રવિણ તોગડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અસામાજીક તત્ત્વો યુવતીનો હાથ પકડવાનો પ્રયાસ કરશે તો કરંટ લાગશે આ એક એવા પ્રકારનું ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે કે જે યુવતીઓના પર્સમાં રહી શકશે. અસામાજીક તત્ત્વો દ્વારા યુવતીઓના હાથ ઉપાડવામાં આવશે કે પકડવામાં આવશે તો આ ડિવાઈસ કાઢીને બટન દબાવતાની સાથે તેમાં વાયર જોડવામાં આવેલ હોવાથી ચારેબાજુ ફેરવી શકાશે અને કરંટ લાગશે. સતત એક કલાક સુધી આ ડીવાઇઝ ચાલશે. > જયસુખભાઈ બુટાણી- સૈારાષ્ટ્ર પ્રાંતના મંત્રી
    Click here to Read More
    Previous Article
    મહિલાએ ફરિયાદ નોંધાવતાં વળતી ફરિયાદમાં માર માર્યાનો આક્ષેપ:દારૂનો વીડિયો પ્રસિદ્ધ કરી મહિલા બૂટલેગર પાસે અશ્લીલ માગ કરતા પત્રકાર સામે ગુનો
    Next Article
    પરિવારજનોમાં શોક:પ્રેમપરા પાસે રોજડુ પડતાં અથડાતા રાવણી (કુબા)ના બાઈક સવાર યુવાનનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment