Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાએ ફરિયાદ નોંધાવતાં વળતી ફરિયાદમાં માર માર્યાનો આક્ષેપ:દારૂનો વીડિયો પ્રસિદ્ધ કરી મહિલા બૂટલેગર પાસે અશ્લીલ માગ કરતા પત્રકાર સામે ગુનો

    2 सप्ताह पहले

    બાવચાવાડની દુકાનમાં વેચાતા દારૂનો વીડિયો પોતાના ન્યૂઝ પોર્ટલ પર વાયરલ કર્યા બાદ તેને ડિલીટ કરવા માટે રૂ.20 હજારની લાંચ અને મહિલા સાથે અઘટિત માંગણી કરનાર કહેવાતા પત્રકાર વિજય મકવાણા વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, આરોપીએ તેનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો. બીજી તરફ આરોપીએ પણ પોતાની પર હુમલો થયો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે. પાણીગેટના બાવચાવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે દારૂનું વેચાણ શરૂ કર્યું હતું, જે અંગે ભૂતકાળમાં દારૂના વેચાણ પોલીસ કેસ પણ થયેલા છે. 14 મેના રોજ વિશ્વભારત ન્યૂઝ-1 નામના પેજ પર મહિલાના પતિની દુકાનમાંથી દારૂ વેચાતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ અંગે મહિલા અને તેના પતિએ વીડિયો મૂકનાર પત્રકાર વિજય મકવાણાનો સંપર્ક કર્યો હતો અને રૂબરૂ મળીને વાતચીત કરવાનું નક્કી કર્યું હતું. 16 મેની રાત્રે 11.45 વાગ્યે મહિલા, તેનો પતિ અને ભાણિયો આદિત્ય થાપા સહિત 4 લોકો કપુરાઈ પોલીસ ચોકી પાસે પહોંચ્યા હતા, જ્યાં વિજય મકવાણા હાજર હતો. ત્યાં વીડિયો ડિલીટ કરવા બાબતે વાત કરતાં વિજયે રૂ.20 હજારની માંગ કરી હતી. મહિલાએ રૂપિયા આપવાની ના પાડતાં આરોપીએ તેની પાસે અશ્લીલ માંગ કરી ઝપાઝપી કરી મહિલાનો ડ્રેસ ફાડી નાખ્યાનો આક્ષેપ કરાયો છે. ઘટના બાદ મહિલાએ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પત્રકાર વિજય મકવાણાએ નિશાંત, આદિત્ય અને બે મહિલા સહિતના સામે ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો કે, ન્યૂઝ પોર્ટલ પર વીડિયો વાયરલ કરવાની અદાવતે તેને માર્યો હતો. પોલીસે બંનેની ફરિયાદ નોંધી છે. મહિલાએ ફરિયાદ નોંધાવતાં વળતી ફરિયાદમાં માર માર્યાનો આક્ષેપ વીડિયો ડિલીટ કરવા માટે મહિલા પાસે ~20 હજારની માગ કરી
    Click here to Read More
    Previous Article
    બુટલેગર સન્ની સહિતની ધરપકડ:રસ્તામાં ડ્રાઇવરો-વાહનો બદલી બાઇકથી પાઇલટિંગ કરી શહેરમાં દારૂ લાવતી ગેંગનો સૂત્રધાર સન્ની દારૂ સાથે ઝબ્બે
    Next Article
    મંડે પોઝિટીવ:હવે દીકરીઓ જૂડો અને કરાટે નહીં જાણતી હોય તો પણ કરંટ આપે તેવા ડિવાઈસથી પોતાનું રક્ષણ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment