Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશોમાં દોડધામ:કમલાબાગ નજીક ઓઇલ મિલના પટાંગણમાં આગ

    2 weeks ago

    પોરબંદરના કમલાબાગ નજીક આવેલી એક ઓઇલ મિલના પટાંગણમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ઓઇલ મિલના ખુલ્લા પટાંગણમાં રહેલા સૂકા ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. સૂકા ઘાસના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ સાથે જ આગને પગલે આસપાસના સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં બળેલા ઘાસનો મલ્બો (રાખ અને તણખા) હવામાં ઉડીને ફરી વળ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં થોડો સમય માટે દોડધામ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ફાયર ફાઈટરોની એક ગાડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
    Click here to Read More
    Previous Article
    ગ્રીન ચેલેન્જ અભિયાન:પાણી બચાવો, વૃક્ષો વાવો અને પ્લાસ્ટિક છોડોનો સંદેશ આપતું અનોખું અભિયાન
    Next Article
    પોરબંદરમાં અસહ્ય બફારો:35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment