Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં અસહ્ય બફારો:35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ

    2 सप्ताह पहले

    પોરબંદર શહેર-જિલ્લા માં ઉનાળાની સિઝન હવે આકરા મિજાજ તરફ આગળ વધી રહી છે. વીકેન્ડ દરમિયાન શહેરમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. શનિવારની સરખામણીએ રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હોવા છતાં, દરિયાઈ ભેજનું પ્રમાણ વધવાના કારણે પોરબંદરવાસીઓએ ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન શનિવાર અને રવિવાર દરમિયાન નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો શનિવારે મહતમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ 60 ટકા રહ્યું હતું જેનીસામે રવિવારે મહતમ તાપમાન 35.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું અને ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું. તાપમાનં ઘટાડો છતાં વાતાવરણમાં બફારો છે. તાપમાન ઘટ્યું પણ બફારો કેમ વધ્યો? રવિવારે મહત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો નજીવો ઘટાડો નોંધાયો હતો, જે સામાન્ય રીતે રાહત આપનારો ગણાય, પરંતુ, હવામાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 62 ટકા થઈ જતાં પવનની ગતિ મંદ રહેવાને કારણે રવિવારની રજામાં લોકો ઘરમાં પણ બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે સામાન્ય ઠંડક બાદ દિવસભર અસહ્ય ગરમીનો રાઉન્ડ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રહીશોમાં દોડધામ:કમલાબાગ નજીક ઓઇલ મિલના પટાંગણમાં આગ
    Next Article
    નિર્ણય:બિલાસપુર મંડળમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી, પોરબંદર રૂટની બે જોડી ટ્રેનો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment