Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:બિલાસપુર મંડળમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી, પોરબંદર રૂટની બે જોડી ટ્રેનો રદ

    2 सप्ताह पहले

    દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે નોન-ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્લોકના કારણે પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડતી 2 જોડી ટ્રેઈન રદ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે નોન-ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતી પોરબંદરની બે જોડી ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ મુસાફરોની જાણકારી માટે રદ થયેલી ટ્રેનોનું વિગતવાર શિડ્યુલ જાહેર કર્યું છે, અને મુસાફરોને આ શિડયુલ મુજબ જ મુસાફરી કરવા પણ અપીલ કરવામાં આવી છે. રદ્દ કરાયેલી ટ્રેનોની યાદી (1)ટ્રેન નં. 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસ:જૂન મહિનાની 10.06.2026 અને 11.06.2026 ના રોજ પોરબંદરથી ઉપડશે નહીં. (2)ટ્રેન નં. 12906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસ:જૂન મહિનાની 12.06.2026 અને 13.06.2026 ના રોજ શાલીમારથી ઉપડશે નહીં. (3)ટ્રેન નં. 12949 પોરબંદર – સાંતરાગાછી એક્સપ્રેસ:જૂન મહિનાની 12.06.2026ના રોજ પોરબંદરથી ઉપડશે નહીં. (4)ટ્રેન નં. 12950 સાંતરાગાછી – પોરબંદર એક્સપ્રેસ:જૂન મહિનાની 14.06.2026ના રોજ સાંતરાગાછીથી ઉપડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં અસહ્ય બફારો:35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ
    Next Article
    Madhya Pradesh Fire Incident | રતલામ જિલ્લામાં રાજધાની એક્સપ્રેસના એક કોચમાં લાગી આગ | Fire In Train

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment