Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રીન ચેલેન્જ અભિયાન:પાણી બચાવો, વૃક્ષો વાવો અને પ્લાસ્ટિક છોડોનો સંદેશ આપતું અનોખું અભિયાન

    2 weeks ago

    આધુનિક વિકાસની દોડ વચ્ચે પર્યાવરણનું સંતુલન ઝડપથી બગડી રહ્યું છે. વધતું પ્રદૂષણ, પાણીની અછત, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અને વૃક્ષોની કાપણી માનવજાત માટે ગંભીર ચિંતા બની રહ્યા છે. આવી સ્થિતિમાં પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 30 દિવસની ગ્રીન ચેલેન્જ અભિયાન અંતર્ગત લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવી પ્રકૃતિમિત્ર જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં નાનકડો સકારાત્મક બદલાવ લાવે તો આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય આપી શકાય છે.આજના આધુનિક યુગમાં વિકાસની દોડ સાથે પર્યાવરણનું સંતુલન સતત બગડી રહ્યું છે. વધતું પ્રદૂષણ, પાણીની અછત, વૃક્ષોની કાપણી અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ માનવજાત માટે ગંભીર ચિંતા બની રહ્યા છે.આવી સ્થિતિમાં જો દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં નાના-નાના બદલાવ લાવે તો પર્યાવરણ બચાવવા માટે મોટી ક્રાંતિ સર્જી શકાય છે. 30 દિવસની ગ્રીન ચેલેન્જએ એવો જ એક પ્રયાસ છે, જે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવી પ્રકૃતિને બચાવવાનો સંદેશ આપે છે. ગ્રીન ચેલેન્જ શું છે? ગ્રીન ચેલેન્જ એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડતી આદતો છોડીને પ્રકૃતિ મિત્ર જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ,30 દિવસ સુધી દરરોજ એક સકારાત્મક કાર્ય કરીને પાણી,વીજળી, વૃક્ષો અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લેવાય છે.આ ચેલેન્જમાં સરળ પરંતુ અસરકારક બાબતોનો સમાવેશ થાય છે જેમ કે:પાણી બચાવવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષારોપણ કરવું, વીજળી બચાવવી, કાગળનો ઓછો ઉપયોગ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા,જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી,પાણી બચાવવું સમયની સૌથી મોટી જરૂરીયાત છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં પશુઓ માટે પ્રદૂષણમુક્ત ગેસ આધારિત અત્યાધુનિક સ્મશાન ગૃહ બનશે
    Next Article
    રહીશોમાં દોડધામ:કમલાબાગ નજીક ઓઇલ મિલના પટાંગણમાં આગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment