Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:પોરબંદરમાં પશુઓ માટે પ્રદૂષણમુક્ત ગેસ આધારિત અત્યાધુનિક સ્મશાન ગૃહ બનશે

    2 सप्ताह पहले

    પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટે પ્રથમ વખત આધુનિક સ્મશાન ગૃહ બનાવવામાં આવશે. મનપા રૂ. 1.75 કરોડના ખર્ચે ગેસ આધારિત ભઠ્ઠી તૈયાર કરશે. GIDC વિસ્તારમાં મનપાની જગ્યા પર પશુ માટે સ્મશાન ગૃહ બનશે જે પ્રદૂષણ રોકવા ગેસ ટેકનોલોજીનો ઉપયોગ સાથે તૈયાર કરવામાં આવશે. હાલ જાહેરાત કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. ટેન્ડર બાદ વર્ક ઓર્ડર આપ્યાના 4 માસમાં પશુઓ માટે સ્મશાન ગૃહ બનીને તૈયાર થઈ જશે. પોરબંદર શહેરમાં પશુ પ્રેમીઓ અને મૂંગા પશુઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં પ્રથમ વખત મૃત પશુઓના સન્માનજનક અગ્નિદાહ માટે એક ખાસ સ્મશાન ગૃહ બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના માર્ગદર્શન અને સૂચના હેઠળ મનપા હસ્તકની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જમીન પર રૂ. 1.75 કરોડના માતબર ખર્ચે આ આધુનિક સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક બિલ બચાવવા અને પ્રદૂષણ રોકવા ગેસ ટેકનોલોજીનો ઉપયોગ થશે. મનપા દ્વારા આ જરૂરી પ્રોજેક્ટ માટેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ માટે વિધિવત ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને વર્ક ઓર્ડર મળ્યાના માત્ર 4 મહિનાની અંદર આ પશુ સ્મશાન ગૃહ તૈયાર કરીને કાર્યરત કરી દેવાનું મનપાનું આયોજન છે. મૃત પશુઓને સન્માન સાથે અગ્નિદાહ અપાશે મૃત પશુઓના સન્માનજનક અગ્નિદાહ માટે મનપા દ્વારા માનવતાવાદી કાર્ય સાથે ખાસ સ્મશાન ગૃહ બનાવવાનું કરાયું છે. અત્યાર સુધી મૃત પશુઓને ખુલ્લી જગ્યામાં દાટવામાં આવતા હતા, હવે મૃત પશુઓ માટે સ્મશાન ગૃહ બનશે જેથી મૃત પશુઓને સન્માનજનક અગ્નિદાહ અપાશે. સ્મશાન ગૃહમાં કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ બનશે? રૂ. 1.75 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત પશુ સ્મશાન ગૃહમાં માત્ર ભઠ્ઠી જ નહીં, પરંતુ તમામ જરૂરી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે. જેમાં મૃત પશુઓને લાવવા અને રાખવા માટે વિશાળ શેડ ધૂમાડાના યોગ્ય નિકાલ માટે ઊંચી ચીમની, પશુ માલિકો અને નાગરિકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:કેશોદના કોયલાણા ગામની 900ની વસ્તી વચ્ચે‎ સરકારી હોસ્પિટલ અને પોસ્ટ ઓફીસનો અભાવ‎
    Next Article
    ગ્રીન ચેલેન્જ અભિયાન:પાણી બચાવો, વૃક્ષો વાવો અને પ્લાસ્ટિક છોડોનો સંદેશ આપતું અનોખું અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment