Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગરનો અઢી મહિનાથી ગુમ કિશોર અમદાવાદથી મળ્યો:પરીક્ષાના ડરથી હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કાગડપીઠ પોલીસે ઓળખ કરી પરિવારને સોંપ્યો

    2 सप्ताह पहले

    વિસનગરની હોસ્ટેલમાંથી અઢી મહિના પહેલા ગુમ થયેલો 13 વર્ષીય કિશોર અમદાવાદથી મળી આવ્યો છે. સરસ્વતી તાલુકાનો આ વિદ્યાર્થી પરીક્ષાના ડરથી હોસ્ટેલ છોડીને ભાગી ગયો હતો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેને શોધી કાઢી વિસનગર પોલીસને જાણ કરી હતી. આ કિશોર વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. ગત 26 ફેબ્રુઆરીએ સાંજે તેણે ગૃહપતિના ફોન પરથી ઘરે ફોન કરીને હોળી-ધૂળેટીની રજાઓમાં ઘરે આવવાની જાણ કરી હતી. બીજા દિવસે તેણે પોતાના ખાતામાંથી 500 રૂપિયા ઉપાડી હોસ્ટેલ છોડી દીધી હતી. ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી વિસનગર શહેર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પહોંચ્યા બાદ કિશોર ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક એક રાજસ્થાની વ્યક્તિ સાથે રહેતો હતો. તે છૂટક કામ કરીને ગુજરાન ચલાવતો હતો, જલારામ ટ્રસ્ટમાં ભોજન કરતો હતો અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતો હતો. શનિવારે અમદાવાદની કાગડાપીઠ પોલીસની નજરમાં આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. તેણે પોતાની હકીકત જણાવતા વિસનગર પોલીસ અને તેના વાલીઓને જાણ કરાઈ હતી. પોલીસ પૂછપરછમાં ક્રિશે જણાવ્યું કે તેને ભણવામાં મન નહોતું અને પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તે ઘરેથી ભાગી ગયો હતો. વિસનગર પોલીસ અને પરિવારજનો અમદાવાદ પહોંચી કિશોરને વિસનગર પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસે તેનું નિવેદન લીધા બાદ તેને પરિવારજનોને સોંપ્યો હતો. અઢી મહિના બાદ પુત્ર પરત મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. કિશોર ગુમ થયા બાદ તેની પાસે કોઈ ફોન ન હોવાથી પોલીસે અલગ-અલગ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર તેનો ફોટો ફરતો કર્યો હતો. આ ઉપરાંત, તમામ જિલ્લાઓમાં ગુમ થયેલા લોકોની યાદી મોકલી હતી. સોશિયલ મીડિયાના આધારે જ કાગડાપીઠ પોલીસને કિશોરની જાણકારી મળી અને તેની ઓળખ થઈ શકી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું ભવ્ય આયોજન:ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા કાર્યક્રમ યોજાશે
    Next Article
    મહીસાગરના કલાજીવની અનોખી સિદ્ધિ:ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે 10 વર્ષ સુધી રોજેરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યું, 3651 દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment