Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું ભવ્ય આયોજન:ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા કાર્યક્રમ યોજાશે

    2 सप्ताह पहले

    અમદાવાદના પ્રહલાદનગર સ્થિત AMC કોમ્યુનિટી હોલ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આશરે 1000થી વધુ પ્રતિનિધિઓ અને અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંઘીજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "દેશના અર્થતંત્રમાં ડિસ્ટ્રીબ્યુટર્સ કરોડરજ્જુ સમાન છે. સરકાર વેપારીઓના હિત અને તેમની સુરક્ષા માટે કટિબદ્ધ છે." તેમણે વિતરણ વ્યવસ્થામાં આવતા પડકારો અને તેના ઉકેલો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના પ્રમુખ અરુણ પરીખ અને જનરલ સેક્રેટરી શ્રીરામ બક્ષીએ વિતરણ વ્યવસ્થામાં સુધારા અને સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં FMCG વિતરણ વ્યવસ્થા સામે આવી રહેલા ગંભીર પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, વધતા જતા ખર્ચ અને માત્ર ૫ ટકા જેટલા સીમિત માર્જિનના કારણે વિતરકો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે રાજ્યમાં 700થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત, ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સના વધતા પ્રભાવને કારણે પરંપરાગત રિટેલ વેપારીઓનો હિસ્સો ઘટીને માત્ર 70 ટકા રહી ગયો છે અને બાકીનો વેપાર ઓનલાઈન પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થતાં 1 લાખથી વધુ આઉટલેટ્સ બંધ થઈ ગયા છે. કાર્યક્રમમાં બંધ થઈ રહેલા આઉટલેટ્સ, કેટેગરી બિલિંગની સમસ્યાઓ તેમજ રેટ અને પેક ડિફરન્સ જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન મંથન કરી તેના ત્વરિત ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સફળ સંમેલનમાં વેપાર ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં હીટવેવ, સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન:44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરામં ગરમીનો પારો 43ને પાર
    Next Article
    વિસનગરનો અઢી મહિનાથી ગુમ કિશોર અમદાવાદથી મળ્યો:પરીક્ષાના ડરથી હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કાગડપીઠ પોલીસે ઓળખ કરી પરિવારને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment