Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં હીટવેવ, સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન:44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરામં ગરમીનો પારો 43ને પાર

    2 सप्ताह पहले

    ગુજરાતમાં એક દિવસ ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આજે ફરી આકરી ગરમીનો અનુભવ થયો. સુરતમાં સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હિટવેવ અનુભવાઈ હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. આકરી ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે વડોદરાના સાયાજીબાગ ઝૂઓલોજિકલ પાર્કે ખાસ વ્યવસ્થા કરી છે. ઠંડક માટે અહીં રોજ પાણીનો છંટકાવ, બરફ મુકવો, ફોગર સહિતના પ્રયાસો કરવામાં આવે છે. તો એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી જંગલ સફારી (સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક)માં પ્રાણીઓ અને પક્ષીઓ માટે AC, કુલર અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. બે દિવસ આકરી ગરમી પડશે, વરસાદની કોઈ આગાહી નહીં હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ હવામાનની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળતો નથી. આગામી દિવસોમાં પણ વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના છે. ગઈકાલે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડી આગળ વધી ગયું છે. જ્યારે દક્ષિણ રાજસ્થાન પર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ ખસ્યું છે. ઇરાન વિસ્તારમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવા છતાં તેનો ગુજરાત પર કોઈ ખાસ પ્રભાવ પડશે તેવી શક્યતા નથી. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મુખ્યત્વે સૂકું જ રહેશે. તાપમાનની વાત કરીએ તો હાલમાં તે સામાન્ય સ્તરે છે, પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં થોડો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સ્થિતી નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આગામી 26 મે, 2026ની આસપાસ કેરળમાં બેસે તેવી સંભાવના યથાવત્ છે, જેમાં +4 દિવસનો મોડેલ તફાવત હોઈ શકે છે. ચોમાસું 16 મેએ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો, આંદામાન સમુદ્ર, સમગ્ર નિકોબાર ટાપુઓ અને આંદામાન ટાપુઓના કેટલાક ભાગો (શ્રી વિજયા પુરમ સહિત)માં આગળ વધી ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું વધુ આગળ વધે તે માટે સાનુકૂળ સંજોગો બનેલા છે. આ પણ વાંચો… મહારાષ્ટ્રનું અમરાવતી-વર્ધા દેશમાં સૌથી ગરમ, તાપમાન 46°C પશ્ચિમમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર-વિદર્ભથી લઈને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો ભીષણ ગરમીની ઝપેટમાં છે. આ વિસ્તારોમાં પારો સતત 40°Cથી ઉપર ચાલી રહ્યો છે. દિવસની સાથે રાતો પણ ગરમ થઈ રહી છે. શનિવારે મહારાષ્ટ્રના અમરાવતી અને વર્ધા દેશના સૌથી ગરમ શહેરો રહ્યા. બંને શહેરોનું તાપમાન 46°C નોંધાયું. યુપીના બાંદા, મધ્ય પ્રદેશના નૌગાંવ અને ખંડવામાં પણ પારો 44°C ડિગ્રીથી વધુ રહ્યો. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    શશાંક-સ્ટોઇનિસ વચ્ચે ફિફટીની પાર્ટનરશીપ:પંજાબે પાંચ વિકેટ ગુમાવી, સૂર્યાંશને સુયશે પેવેલિયન ભેગો કર્યો; બેંગલુરુએ 223 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ‘ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નું ભવ્ય આયોજન:ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ (FGDA) દ્વારા કાર્યક્રમ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment