Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શશાંક-સ્ટોઇનિસ વચ્ચે ફિફટીની પાર્ટનરશીપ:પંજાબે પાંચ વિકેટ ગુમાવી, સૂર્યાંશને સુયશે પેવેલિયન ભેગો કર્યો; બેંગલુરુએ 223 રનનો ટાર્ગેટ આપ્યો

    2 weeks ago

    IPLમાં રવિવારની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં બેંગલુરુએ ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. કોહલી-વેંકટેશની ફિફટી બેંગલુરુ માટે વિરાટ કોહલીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જ્યારે દેવદત્ત પડિક્કલે 25 બોલમાં 45 રન બનાવીને તેજ શરૂઆત અપાવી હતી. અંતમાં વેંકટેશ અય્યરે અણનમ 73 રન બનાવ્યા, તો વળી ટિમ ડેવિડે 12 બોલમાં 28 રન બનાવીને ટીમને 220ને પાર પહોંચાડી દીધી હતી. પંજાબ માટે હરપ્રીત બરારે 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને 1-1 વિકેટ મળી હતી. આ મેચમાં રજત પાટીદારના સ્થાને જિતેશ શર્મા બેંગલુરુની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પાટીદાર ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી. બંને ટીમોની પ્લેઇંગ-XI પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝઈ, હરપ્રીત બરાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: માર્કસ સ્ટોયનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન અને પુનિત દુબે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, વેંકટેશ અય્યર, ટિમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને સુયશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રાસિખ સલામ, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ.
    Click here to Read More
    Previous Article
    PM Modi Sweden Visit LIVE: स्वीडन पहुंचे PM Modi, हुआ भव्य स्वागत। PM Modi in Sweden
    Next Article
    સુરતમાં હીટવેવ, સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન:44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરામં ગરમીનો પારો 43ને પાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment