Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના કલાજીવની અનોખી સિદ્ધિ:ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે 10 વર્ષ સુધી રોજેરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યું, 3651 દિવસનો સંકલ્પ પૂર્ણ કર્યો

    2 weeks ago

    અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિઓને મહીસાગર જિલ્લાના ગોધર પાસે આવેલા છાયણ ગામના વતની અને ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર બિપિનચંદ્ર રમેશચંદ્ર પટેલે અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે. તેમણે કલા જગતમાં એક અનોખો ઇતિહાસ રચતાં સતત 10 વર્ષ એટલે કે 3651 દિવસ સુધી દરરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાનો અદ્ભુત સંકલ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. 17 મે 2016ના રોજ શરૂ થયેલી આ અવિરત કલા સાધના 17 મે 2026ના રોજ મહીસાગરના ઐતિહાસિક અને પ્રાકૃતિક ધામ કલેશ્વરી ખાતે લાઈવ પેઇન્ટિંગ બનાવીને પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે કલાના માધ્યમથી સળંગ 3651 દિવસમાં 3651 પેઇન્ટિંગ્સ બનાવવાનો ભવ્ય રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પણ તેમનું એક પેઇન્ટિંગ દૃશ્યમાન થાય છે. વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક અને આંતરરાષ્ટ્રીય સન્માન બિપિનચંદ્ર પટેલે પોતાની આ અદભુત કલા સફર દરમિયાન અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ અને 3 વૈશ્વિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 1000 દિવસમાં 1000 પેઇન્ટિંગ અને 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કરવા બદલ તેમને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા'માં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત 2300 દિવસમાં 2300 પેઇન્ટિંગ્સની અદભુત સિદ્ધિ બદલ 'વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડ' પણ તેમના નામે નોંધાયો છે. કલા ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેઓ 5 વખત યુનેસ્કો (UNESCO) એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને ગાંધીનગર ખાતે પ્રતિષ્ઠિત 'અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત લલિતકલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે તેમને કલા જગતનો આદરણીય 'સ્વ. રસિકલાલ પરીખ એવોર્ડ' પણ એનાયત કરાયો છે. દેશ-વિદેશમાં કલાનો ડંકો અને યુવાઓને પ્રેરણા ચિત્રકાર બિપિનચંદ્ર પટેલના વોટર કલર પેઇન્ટિંગ્સ આજે દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પણ તેમનું એક પેઇન્ટિંગ શોભા વધારી રહ્યું છે. તેમના આર્ટવર્ક અમેરિકાના ફ્લોરિડા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા છે. તાજેતરમાં જ ઉઝબેકિસ્તાનના એક જાણીતા લેખિકાએ તેમના 3 પેઇન્ટિંગ્સ ખરીદીને વૈશ્વિક સ્તરે ગુજરાતની કલાનું ગૌરવ વધાર્યું છે. તેમણે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ઇન્દોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોથી લઈને મહીસાગર જેવા અંતરિયાળ વિસ્તારોમાં કલા વર્કશોપ યોજીને અનેક ઊગતા કલાકારોને પ્રેરણા પૂરી પાડી છે. "પવિત્ર સંકલ્પ ઈશ્વર પૂર્ણ કરાવે છે" આ ઐતિહાસિક અવસરે ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે ભાવુક થઈને જણાવ્યું હતું કે, "જ્યારે તમે કોઈપણ સ્વાર્થ વગર પવિત્ર સંકલ્પ કરો છો, ત્યારે ઈશ્વર પોતે તમારી સાથે રહીને તેને પૂર્ણ કરાવે છે. આ સફર ગમે તેટલી પડકારજનક રહી હોય, પણ કલા પ્રત્યેના સમર્પણે મને આ લક્ષ્ય સુધી પહોંચાડ્યો છે." મહીસાગરની ધરતીના આ સપૂતે કલા જગતમાં મેળવેલી આ વિરલ સિદ્ધિ બદલ સમગ્ર ગુજરાત અને કલાપ્રેમીઓ તરફથી તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિસનગરનો અઢી મહિનાથી ગુમ કિશોર અમદાવાદથી મળ્યો:પરીક્ષાના ડરથી હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કાગડપીઠ પોલીસે ઓળખ કરી પરિવારને સોંપ્યો
    Next Article
    Patiala woman’s wordless, accordion book celebrating Indian rooftops wins top honour in London

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment