Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રગતિબેન પંડ્યા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ:ઇલાબેન જોશી પ્રદેશ અગ્રણી, સંગઠન વિસ્તરણ હેઠળ નવી વરણી

    2 weeks ago

    બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા સંગઠનના વિસ્તરણના ભાગરૂપે જામનગરમાં બે મહત્વપૂર્ણ વરણી કરવામાં આવી છે. ઇલાબેન જોશીને પ્રદેશ અગ્રણી તરીકે અને પ્રગતિબેન પંડ્યાને મહિલા શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વરણીઓ બ્રહ્મદેવ સમાજ ગુજરાતના મહાસચિવ મિલનભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી આયોજનો અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ અગ્રણી કશ્યપભાઈ ઠાકર અને હંસાબેન ત્રિવેદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ગરિમામય હાજરીમાં સંગઠનના હિતમાં આ નિર્ણયો લેવાયા હતા. અગાઉ મહિલા શહેર પ્રમુખ તરીકે સક્રિય અને પ્રશંસનીય કામગીરી કરનાર ઇલાબેન જોશીની સંગઠન પ્રત્યેની સમર્પણ ભાવનાને ધ્યાનમાં રાખીને તેમને પ્રદેશ અગ્રણી તરીકે બઢતી આપી નવી જવાબદારી સોંપવામાં આવી છે. ઇલાબેન જોશીની પ્રદેશમાં નિયુક્તિ થતાં ખાલી પડેલી મહિલા શહેર પ્રમુખની જવાબદારી માટે સર્વસંમતિથી પ્રગતિબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે. મિટિંગમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને અગ્રણીઓએ તેમના નામ પર મહોર મારી હતી. આ બંને નિમણૂકોને બ્રહ્મદેવ સમાજના હોદ્દેદારો, કાર્યકરો અને જ્ઞાતિજનોએ હર્ષભેર આવકારી છે. નવનિયુક્ત હોદ્દેદારો પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે સંગઠન મહિલા ઉત્કર્ષ અને સમાજ હિતના કાર્યોમાં નવી ઊંચાઈઓ સર કરશે.
    Click here to Read More
    Previous Article
    લેઉવા પટેલ ટ્રસ્ટ અને ખોડલધામ દ્વારા વિધવા સહાય કાર્યક્રમ યોજાયો:આગામી 23મી તારીખથી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ત્રણ વિશેષ રથ રવાના કરવામાં આવશે, જાન્યુઆરી 2027માં ત્રિદિવસીય મહોત્સવ
    Next Article
    મોરબી જિલ્લામાં ડીઝલની અછત, ખેડૂતોની લાંબી લાઈનો:હળવદના સુંદરગઢમાં પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોવી પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment