Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેઉવા પટેલ ટ્રસ્ટ અને ખોડલધામ દ્વારા વિધવા સહાય કાર્યક્રમ યોજાયો:આગામી 23મી તારીખથી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ત્રણ વિશેષ રથ રવાના કરવામાં આવશે, જાન્યુઆરી 2027માં ત્રિદિવસીય મહોત્સવ

    2 सप्ताह पहले

    અગાઉ સહાય મેળવતી 190 બહેનોમાંથી 90 બહેનો પગભર થઈ - ખોડલધામના અનાર પટેલ લેઉવા પટેલ ટ્રસ્ટ અને ખોડલધામના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વિધવા સહાય અને નારી સશક્તિકરણના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ ના અધ્યક્ષ અનાર પટેલની વિશેષ ઉપસ્થિતમાં યોજાયો હતો, તેમની સાથે જિલ્લા અને તાલુકા કન્વીનર સ્તરના તમામ હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ​વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ ​કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટ ના અધ્યક્ષ અનાર પટેલએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સમાજમાં પતિના અવસાન બાદ મહિલાઓ એકલતા અને ઉપેક્ષા અનુભવતી હોય છે, આવા સમયે સમાજ તેમની વહારે આવે તે ખૂબ મોટી વાત છે, ​સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, આ સંસ્થાના પ્રયાસોથી એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે અગાઉ આ યોજના અંતર્ગત 190 વિધવા બહેનો નોંધાયેલી હતી, જેમાંથી આજે માત્ર 100 બહેનો જ સહાય લેવા આવી છે તેનો સીધો અર્થ એ છે કે બાકીની 90 બહેનો પોતાના પગભર થઈ ચૂકી છે, હવે બાકી રહેલી 100 બહેનોને પણ અલગ-અલગ પ્રકારની કૌશલ્ય તાલીમ આપીને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તે દિશામાં અમે કામ કરીશું." ​21 જાન્યુઆરી 2027થી ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ ​ખોડલધામની આગામી યોજનાઓ વિશે અનાર પટેલ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખોડલધામના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય 'દશાબ્દી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા.21 જાન્યુઆરી 2027થી શરૂ થનારો આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલશે, આ મહોત્સવ માટે કોઈને પરંપરાગત કંકોત્રી કે ઇન્વિટેશન આપવામાં નહીં આવે, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 23મી તારીખથી સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ત્રણ વિશેષ રથ રવાના કરવામાં આવશે, ​આ રથ મા ખોડલના આશીર્વાદ સાથે ઘરે-ઘરે ફરશે, ગ્રામજનો દ્વારા રથનું જે સ્વાગત કરવામાં આવશે, તેને જ મહોત્સવનું હાર્દિક આમંત્રણ માનવામાં આવશે. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે ગુજરાતના ખૂણે-ખૂણેથી પ્રત્યેક નાગરિક કાગવડ ખાતે યોજાનારા આ ત્રિદિવસીય સેલિબ્રેશનમાં ઉત્સાહભેર ભાગ લે.
    Click here to Read More
    Previous Article
    સુરત ફરવા આવ્યો ને કિશોર ગુમ થયો, CCTV:સાયકલ લઈને નીકળ્યા બાદ રસ્તો ભૂલ્યો, પાંચ દિવસ અલગ અલગ લારીઓમાં કામ કરતો રહ્યો; પોલીસે રાત દિવસ એક કરી શોધ્યો
    Next Article
    જામનગરમાં પ્રગતિબેન પંડ્યા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ:ઇલાબેન જોશી પ્રદેશ અગ્રણી, સંગઠન વિસ્તરણ હેઠળ નવી વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment