Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લામાં ડીઝલની અછત, ખેડૂતોની લાંબી લાઈનો:હળવદના સુંદરગઢમાં પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોવી પડે છે

    2 सप्ताह पहले

    મોરબી જિલ્લામાં ડીઝલની અછતનો પ્રશ્ન ગંભીર બન્યો છે. હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતો વહેલી સવારથી ડીઝલ મેળવવા માટે કેરબાની લાંબી લાઈનો લગાવી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેતીકામની પ્રવૃત્તિઓ અટકી પડી છે. આ સ્થિતિ એવી છે કે ઉનાળામાં પાણીના કેરબાની લાઈનો લાગે તે રીતે, સુંદરગઢના પેટ્રોલ પંપ પર ડીઝલ માટે કેરબા સાથે કલાકો સુધી રાહ જોવી પડે છે. તેમ છતાં, ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી. અગાઉ મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટરો દ્વારા પણ ડીઝલની અછત અંગે ફરિયાદો ઉઠી હતી, અને હવે ખેડૂતો પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડીઝલ લેવા આવેલા ખેડૂત ભરતભાઈએ જણાવ્યું કે, તેમને ખેતરમાં કપાસનું વાવેતર કરવા અને ટ્રેક્ટર, રોટાવેટર જેવા સાધનો ચલાવવા માટે ડીઝલની તાત્કાલિક જરૂર છે. પરંતુ પેટ્રોલ પંપ પરથી પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી. તેમણે સરકારને વહેલી તકે પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી ખેડૂતો ખેતી કરી શકે. આ જ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા આવેલા અન્ય ખેડૂત ગોવિંદભાઈએ માહિતી આપી કે, પેટ્રોલ પંપ સંચાલક દ્વારા તેમને માત્ર ₹2,000નું ડીઝલ આપવામાં આવે છે. આ જથ્થો ખેતરમાં અડધો દિવસ પણ કામ કરવા માટે પૂરતો નથી. ચોમાસું માથે હોવાથી જો વાવેતર સમયે પૂરતું ડીઝલ ન મળે તો ખેડૂતો પાક લઈ શકશે નહીં અને આખું વર્ષ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે પંપ સંચાલક સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેમણે કઈપણ કહેવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પ્રગતિબેન પંડ્યા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ:ઇલાબેન જોશી પ્રદેશ અગ્રણી, સંગઠન વિસ્તરણ હેઠળ નવી વરણી
    Next Article
    America vs Russia China LIVE | Iran નું યુદ્ધ હવે અંતરીક્ષ સુધી પહોંચ્યું, 3 દેશો આમને-સામને | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment