Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું:શિવનગરમાં ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા જતા યુવકો પર તલવાર-છરીથી હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત

    7 hours ago

    ભાવનગરના શિવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગની આમંત્રણ પત્રિકા આપવા ગયેલા ટેમ્પો ચાલક યુવક અને તેના મિત્ર પર પાડોશીઓએ તલવાર, છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડતા મામલો બિચક્યો બનાવની વિગત એવી છે કે, ગજ્જરના ચોક વિસ્તારમાં રહેતા અને ટેમ્પો ડ્રાઈવિંગ કરતા 28 વર્ષીય પ્રકાશ ઉર્ફે બોબડો રાઠોડ ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શિવનગર બાયલીનો ખાર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર કૌશિક જીવરાજભાઈ ચુડાસમાના ઘરે ગયા હતા. તેઓ ત્યાં આગામી ‘ડાક ડમરુ મહોત્સવ’ની આમંત્રણ પત્રિકા આપવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન કૌશિકના ઘરની બહાર રહેતા અમિત ઉર્ફે દાંતાળો ગોહેલ, તેની પત્ની દુર્ગા, તેનો સાળો ટોટો, વિક્કી અને બહેન શીતલ અંદરોઅંદર બિભત્સ ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. આ ઝઘડો શાંત પાડવા માટે પ્રકાશ, કૌશિક અને કૌશિકના પત્ની સંગીતાબેન વચ્ચે પડ્યા હતા. પાડોશીઓને સમજાવવાનો પ્રયાસ કરતા જ ઉશ્કેરાયેલા શખ્સોએ આ લોકો પર હથિયારોથી હુમલો કરી દીધો હતો. તલવાર અને છરી વડે જીવલેણ હુમલો હુમલા દરમિયાન અમિત ઉર્ફે દાંતાળાએ પોતાની પાસે રહેલી તલવારનો ઘા પ્રકાશભાઈ પર કર્યો હતો. પ્રકાશે બચાવમાં પોતાનો જમણો હાથ આડો ધરી દેતા તલવારનો ઘા હથેળી અને અંગૂઠા પર વાગ્યો હતો, જેના કારણે તેમનો અંગૂઠો ચામડી સાથે લટકી ગયો હતો અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. બીજી તરફ, અમિતના સાળા ‘ટોટો’એ છરી વડે કૌશિકના કપાળના ભાગે ગંભીર ઘા ઝીંક્યો હતો, જ્યારે વિક્કીએ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, "અમારા મામલામાં હવે પછી વચ્ચે આવશો તો જાનથી મારી નાખીશું." ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ઘટના બાદ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કૌશિકને કપાળના ભાગે ટાંકા આવ્યા હતા, જ્યારે પ્રકાશના અંગૂઠાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અને ઓપરેશન માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પ્રકાશ રાઠોડની ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે અમિત ઉર્ફે દાંતાળો, ટોટો, વિક્કી અને દુર્ગા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ST કર્મચારીઓએ મુસાફરોને ઠંડી છાસ પીવડાવી:કાળઝાળ ગરમીમાં રાહત આપી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    અમાવસ્યા અને શનિ જયંતિનો સમન્વય જપ-તપ-દાન-પુણ્યનો અનેરો અવસર:શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી, મંદિરોમાં ભક્તોની ભીડ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment