Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમાવસ્યા અને શનિ જયંતિનો સમન્વય જપ-તપ-દાન-પુણ્યનો અનેરો અવસર:શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી, મંદિરોમાં ભક્તોની ભીડ જામી

    8 hours ago

    આજે શનિવારના રોજ વૈશાખ માસની અમાસ છે, જે હિન્દુ ધર્મમાં 'શનિવારી અમાસ' તરીકે ભારે મહાત્મ્ય ધરાવે છે. ગ્રીષ્મ કાળના આ અંતિમ દિવસે એક અદ્ભુત સંયોગ રચાયો છે, કારણ કે આજે ન્યાયના દેવ અને સૂર્યપુત્ર ભગવાન શનિ મહારાજનો જન્મદિવસ એટલે કે 'શનિ જયંતિ' પણ છે. દર વર્ષે વૈશાખ વદ અમાસના દિવસે માતા છાયાદેવી અને સૂર્યનારાયણના પુત્ર શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આજના આ બેવડા ધર્મલાભને પગલે સવારથી જ શહેરના સાંઈબાબા મંદિર પરિસરમાં આવેલા શનિદેવના મંદિર સહિત તમામ નાના-મોટા શનિ મંદિરોમાં દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જળાશયો કે સમુદ્રમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોક્ત કથન અનુસાર, દેવો અને માનવોના કર્મોનો હિસાબ રાખીને ફળ આપનારા શનિ મહારાજના આ ખાસ દિવસે પવિત્ર જળાશયો કે સમુદ્રમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આજના દિવસે જાતકે કરેલા જપ, તપ અને દાન જેવા સદ્કાર્યોનું સહસ્ત્રગણું (હજારો ગણું) પુણ્યફળ પ્રાપ્ત થાય છે. શનિ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન આ મંગલમય અવસરે શહેર અને જિલ્લાના શનિ મંદિરો તેમજ હનુમાનજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિદેવને સરસવ અને ચમેલીનું તેલ અતિ પ્રિય હોવાથી શ્રદ્ધાળુઓ કાળા તલ અને સરસવના તેલ વડે તેમનો અભિષેક કરી રહ્યા છે. આ સાથે જ ભક્તો શનિ સહસ્ત્રનામ, શનિચાલીસા અને શ્રી શનિ સુક્તમના પાઠ કરીને ન્યાયના દેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ભક્તિભાવપૂર્વક પ્રયાસો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું:શિવનગરમાં ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા જતા યુવકો પર તલવાર-છરીથી હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત
    Next Article
    Diver Mauled To Death By 16-Foot Shark In Australian Tourist Hotspot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment