Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ટ્રાફિક અને અકસ્માતો ઘટાડવા કલેક્ટરની કડક સૂચનાઓ:‘ટોપ-૩ સર્કલ’માં ટ્રાફિક સમસ્યા નિવારવા અને સ્કૂલ ઝોનને મોડેલ રોડ બનાવવા કલેક્ટરનો આદેશ

    6 hours ago

    ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, આ બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદ્રઢ બને અને અકસ્માતોમાં ઘટાડો થાય તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતાં ભાવનગર શહેરના ‘ટોપ-3 સર્કલ’ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તથા ભારે વાહનોના અવરજવરથી સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી, આ ઉપરાંત શહેરમાં “સેફ સ્કૂલ ઝોન રોડ”ને મોડેલ રોડ તરીકે વિકસાવવાની યોજના, ગેરકાયદેસર મીડિયન કટ દૂર કરવાની કામગીરી તેમજ ચમારડી-ઘાંઘળી રોડ બ્રિજ પર મેટલ ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કલેકટરએ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક મદદરૂપ થતી “રાહવીર યોજના”નો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે વ્યાપક જનજાગૃતિ અને અસરકારક અમલીકરણ કરવા ભાર મૂક્યો હતો સાથે જ કેન્દ્ર સરકારની પુરસ્કૃત “PM Rahat Scheme”ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી, આર.ટી.ઓ. અધિકારી આર.પી. દાણીએ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી માર્ગ સલામતી સંબંધિત કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો તેમજ માર્ગ સુરક્ષા વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો અંગે માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા તથા સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ક્રેનમાંથી પટકાતાં યુવક ટાયર નીચે કચડાયો, 15 ફૂટ સુધી ઢસડાયો:રોડ પર માસના લોચે લોચા ને મોત, પૂરપાટ ઝડપે જતી ક્રેનનો ચાલક ફરાર; સુરતમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના
    Next Article
    છારા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે ઝડપાયા:કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ પર 27 ગુના દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment