Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઇંધણની બચતથી અર્થતંત્ર પર દુરગામી અસર

    13 hours ago

    ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેની લાંબી લડાઈને કારણે ઈંધણની અછતથી દેશમાં વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા મોદીએ દેશવાસીઓને ઈંધણનો બને તેટલો ખૂબ જ ઓછો ઉપયોગ કરવા, વિદેશી ચીજો ન ખરીદવા, વિદેશી પ્રવાસ ટાળવા અને ખાસ સોનાની ખરીદી ન કરવા અપીલ કરી છે. મોરબીવાસીઓ પીએમ મોદીની આ પહેલને કઈ રીતે મૂલવી રહ્યા છે ? તે અંગે ભાસ્કર ટીમે મોરબીના દરેક ક્ષેત્રેના પ્રબુદ્ધ જનોના અભિપ્રાય મેળવ્યા હતા. જેનો સાર એવો નીકળ્યો છે કે મોદીની આ મુહિમ લાંબાગાળાના દેશના અર્થતંત્રને મજબૂત બનાવનારી છે. નેતાઓ, અમલદારો, માલેતુજારો ઈંધણનો ઉપયોગ ટાળવા લક્ઝુરિયસ વાહનો પડતા મૂકી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તો જ આ પહેલનો દેશમાં સકરાત્મક સંદેશ પહોંચશે. સોનું ન ખરીદવા સહિતની મોદીએ જાહેર કરેલી અપીલ અંગે મોરબીના આગેવાનો, ઉદ્યોગકારો, સામાન્ય લોકો શું વિચારે છે તે અંગે દિવ્ય ભાસ્કરની સીધી વાત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ અને ગેસનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો સમયની જરૂરિયાત છે.સામાન્ય લોકો અને નાના વેપારીઓ પર વધારાનો બોજ ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રહિત અને જનહિત વચ્ચે સંતુલન જાળવવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. > રંજનાબેન સારડા, મહિલા અગ્રણી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ જેટલો વિવેકબુદ્ધિથી કરીએ એ દેશહિત તરફનું નાગરિકોનું મજબૂત તથા મક્કમ કદમ ગણાશે. એટલે તમામ વર્ગના લોકો આ મુહિમમાં જોડાઈને બિનજરૂરી ઇધણનો ઉપયોગ ટાળશે તો એનાથી સરવાળે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. > શશાંક દંગી, પ્રમુખ, ક્લોક એસો. સિરામિક ઈન્ડસ્ટ્રીમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી ફરજિયાત હોવાથી ગેસ જરૂરિયાત મુજબ વપરાશ થાય છે અને પાવર સપ્લાય બંધ થાય તો ડિઝલનો ઉપયોગ કરવો અનિવાર્ય બની જાય છે. રોજગાર અથવા ધંધા માટે જતાં સમયે અલગ-અલગ વાહનોનો ઉપયોગ કરવાની જગ્યાએ એક જ કારમાં ૪ થી ૫ વ્યક્તિઓ સાથે મુસાફરી શરૂ કરીએ તો પણ ઈંધણ બચી શકે. > મનોજ એરવાડિયા, પ્રમુખ મોદીનો ઇંધણનો કરકસર પૂર્વક ઉપયોગ અને એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવાની અપીલનો સરકારી અમલદારો, સરકારના બેઠેલા તમામ સત્તાધીશો, નેતાઓ, કંપનીઓ અને માલેતુજારો સહિતના મોટા વર્ગએ અમલ કરવો જરૂરી છે. તેથી આવા લોકો ઈંધણનો ઉપયોગ બંધ કરે અને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરશે તો દેશને આર્થિક સંકટમાંથી બચાવી શકાશે. > સતીષ કાનાબાર, શહેરના પ્રબુદ્ધજન યુધ્ધને કારણે સોનાનો ભાવ વધ્યો હતો તેના કારણે ઓલ અવર 30 ટકા માર્કેટ ઓછું થયું હતું આ અપીલ થી કદાચ વધુ ખરીદી ઘટશે જેના કારણે નાના વેપારીઓને આર્થિક મુશ્કેલી પડશે આ ઉપરાંત ડિમાન્ડ ઘટવાનાં કારણે તેમના કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે તેમ સોની વેપારી જણાવી રહ્યા છે. સોનું આમેય સૌથી છેલ્લે જ ખરીદાતું હોય છે અને હવે તેના ભાવ પણ વધારે છે ત્યારે સોનાના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા બીજા ધંધા શોધવા ક્યાં એ મુખ્ય સવાલ થશે. ભારતીયોની પરસેવાની કમાણી સોનાની અને પેટ્રોલ ડીઝલની ખરીદીમાં વિદેશમાં જતી રહે છે,પણ ખેતરનું પાણી ખેતરોમાં રહે, ગામનું પાણી ગામમાં રહે એમ આપણી કમાણી આપણાં જ દેશમાં રહે તો જ આપણું અર્થતંત્ર વેગવંતું રહે. > ચેતન સવેરા, અગ્રણી વેપારી પ્રધાનમંત્રીએ દેશના લોકોને કરેલી અપીલ સર્વથા યોગ્ય છે. અપીલનો યોગ્ય અમલ થાય એ જરૂરી છે,જ્યાં ટુ વહીલરથી ચાલી શકે તેમ હોય ત્યાં ફોર વ્હિલરનો ઉપયોગ ટાળવો જોઈએ. માલેતુજાર લોકો સોનાની ખરીદી ન કરે એ ઈચ્છનીય છે. > દિનેશભાઇ ડી. વડસોલા, શિક્ષક
    Click here to Read More
    Previous Article
    પ્રિ-મોન્સૂન કામગીરી:ગીર સોમનાથમાં ગટર, વોકળા સફાઈનું કામ શરૂ
    Next Article
    લોકોએ જ પોલીસનું કામ ક રવું પડ્યું:મોરબીમાં દેશી દારૂના પીઠા પર જનતા‎રેડ, પોલીસની નીંભરતા બેનકાબ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment