Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સૂન કામગીરી:ગીર સોમનાથમાં ગટર, વોકળા સફાઈનું કામ શરૂ

    13 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે અને નગરપાલિકા, માર્ગ અને મકાન સહિત વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પ્રિ-મોન્સૂન કામગીરી વેગવંતી બની છે. વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા સહિતના તાલુકાઓમાં ચોમાસા પૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેથી નાગરિકોને ચોમાસાની ઋતુ દરમિયાન અગવડતા ન પડે.વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલા લાબેલા-રેલવે સ્ટેશન મેઈન ગટરની અને તાલાળા નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી હેઠળ સીદી વાડા આજુબાજુ વિસ્તારમાં ગટર સફાઈ કરવામાં આવી હતી. સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.5ના દક્ષાનગરમાં ભૂગર્ભ ગટર અને વોર્ડ નં.1 ના બરડાદેવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે વોકળાની સફાઈ કરવામાં આવી હતી. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે કોડીનાર તાલુકાના સિંધાજ- દેવલપુર -વિછવડ રસ્તા પરના અને વેરાવળના ઇશ્વરીયા-મંડોર રસ્તા પરના નાળામાંથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે એ માટે નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રભાસ પાટણના અમુક વિસ્તારમાં કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ પણ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રસ્ટે ભરોસો તોડ્યો:કાંપના નામે કૌભાંડ ; ગીરગંગાનો ખોદાણનો પરવાનો રદ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઇંધણની બચતથી અર્થતંત્ર પર દુરગામી અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment