Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રસ્ટે ભરોસો તોડ્યો:કાંપના નામે કૌભાંડ ; ગીરગંગાનો ખોદાણનો પરવાનો રદ

    13 hours ago

    રાજકોટની ભાગોળે તરઘડીની સીમમાં આવેલા ન્યારી-2 ડેમમાં ખનિજમાફિયાઓ કાંપ કાઢવાના નામે ખનિજચોરી કરતા હોવાનો પર્દાફાશ ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો. ખાણ ખનિજ વિભાગ આવતાં જ ખનિજમાફિયાઓ ભાગવા લાગ્યા હતા જો કે આમ છતાં એક હિટાચી એક્સકેવેટર અને ત્રણ ડમ્પર જપ્ત કરી દેવાયા હતા. કાંપ કાઢવાના બહાને મોરમ સહિતના ખનિજની ચોરી થતી હતી તેમાં ગીરગંગા ટ્રસ્ટનું પણ નામ ખૂલ્યું હતું જેને હવે મંજૂરી રદ કરી ન્યારી-2 ડેમમાં ખોદાણ કરવાની સિંચાઈ વિભાગે ના પાડી દીધી છે. સિંચાઈ વિભાગને જાણ કરાતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને કાંપ કાઢવાના બદલે મોરમ જ કઢાતી હોવાનું જણાયું હતું. જે જે ખેડૂતોને કાંપ કાઢવાની મંજૂરી અપાઈ હતી તે પૈકીના દરેક ખેડૂતનો સંપર્ક કરાતાં બધાએ ના પાડી હતી કે તેઓ હવે કાંપ કાઢતા નથી તેમની પાસે તે વાહનો પણ નથી. જેને લઈને સિંચાઈ વિભાગે આ મામલે ખાણ ખનિજ વિભાગને માહિતી આપી હતી. આ ઉપરાંત ગીરગંગા ટ્રસ્ટ કે જેને કાંપ કાઢવાની જ પરવાનગી હતી છતાં મોરમ કાઢ્યું અને તે કાઢ્યાની કબૂલાત પણ આપી હતી તેથી ટ્રસ્ટને કાંપ કાઢવાની ના પાડી દેવાઈ છે અને મંજૂરી રદ કરી દેવાઈ છે. આ કૌભાંડ હજુ પણ ઘણા ખનિજ માફિયાઓ સંડોવાયેલા છે અને તેમના નામ હવે ક્રમશઃ ખૂલવા લાગશે. પણ, સૌથી ગંભીર મામલો તો એ છે કે ગીરગંગા ટ્રસ્ટ જેવી સંસ્થાએ ડેમ ઊંડા કરવાના નામે ખનિજમાફિયાઓને ખનિજચોરીનું ઈજન પૂરું પાડીને ભરોસો તોડ્યો છે. એભલ, રાજેશ, ભાવુ અને મચ્છાના વાહનો જપ્ત ખાણ ખનિજ વિભાગે જે વાહન જપ્ત કર્યા છે તેમાં જેસીબી કંપનીનું એક્સકેવેટર એભલ ડાંગરની માલિકીનું છે. હરિયાણા પાસિંગનું HR370318 નંબરનું ડમ્પર રાજેશ ઉકા દલવાડિયાનું છે. GJ13AT8745 નંબરનું ડમ્પર ભાવુ દોલત ડોડિયાનું છે. જ્યારે GJ18AV4618 નંબરનું ડમ્પર મચ્છા મસુર ભરવાડનું હોવાનું ચારેયના ડ્રાઈવરોએ જણાવ્યું છે. ત્રણ દિવસમાં અહેવાલ તૈયાર થશે ખાણ ખનિજ વિભાગના જણાવ્યા અનુસાર હાર્ડ મોરમ અને સોફ્ટ મોરમનો કેટલો ભાગ કાઢ્યો છે તેના માટે માપણી કરાશે. ચાલકોએ જે માલિકોના નામ આપ્યા છે તે kharekar તે જ છે કે પછી બીજા છે તે માટે પણ તપાસ કરવામાં આવશે. આ બધી બાબતોમાં ત્રણથી ચાર દિવસમાં વિસ્તૃત અહેવાલ તૈયાર થઈ જશે. કાપ એપ્રિલમાં કાઢી ગયા, ખનિજચોરો ત્યારબાદ પડ્યા જળાશયોમાં સૌથી ઉપર હંમેશા કાંપ હોય છે. કાંપ નીકળી ગયા બાદ જ મોરમ આવે છે. ખેડૂતોએ કાંપ કાઢવાની મંજૂરી એપ્રિલમાં લીધી હતી અને ત્યારે ઉપર ઉપરથી કાંપ કાઢી લીધો હતો. ત્યારબાદ ખનિજમાફિયાઓ પડ્યા હતા અને ઊંડા ઊંડા ખાડા કરીને મોરમ ચોરવા લાગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મિલિન્દ બાપના ચાર્જ સંભાળ્યો:અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે મિલિંદ બાપનાએ ચાર્જ સંભાળ્યો
    Next Article
    પ્રિ-મોન્સૂન કામગીરી:ગીર સોમનાથમાં ગટર, વોકળા સફાઈનું કામ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment