Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોએ જ પોલીસનું કામ ક રવું પડ્યું:મોરબીમાં દેશી દારૂના પીઠા પર જનતા‎રેડ, પોલીસની નીંભરતા બેનકાબ‎

    12 hours ago

    મોરબીમાં પોલીસ તંત્રના પાપે દેશી દારૂનું દુષણ સમાજને ઉધઈની જેમ કોરી ખાતું હોવાથી આ દારૂની બદી દૂર કરવા ખુદ લોકોને મેદાને આવવું પડ્યું હતું.જેમાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં બે સ્થળે દેશી દારૂના બે પીઠા ધમધમતા હોય જે સમાજના હિત માટે નુકસાનકારક હોવાથી અગાઉ રજૂઆત કરવા છતાં પોલીસે ધ્યાન જ ન આપતા અંતે લોકોને પોલીસની કામગીરી કરવી પડી હતી. જો કે ગંભીર બાબત એ છે કે, આ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશનની નજીક જ આવેલા હોય એટલે એની પોલીસને ખબર ન હોય એ વાત ગળે ઉતરે એવી નથી. પણ પોલીસે એની ઉપર કડક કાર્યવાહી કેમ ન કરી એ બાબત શંકા ઉપજાવનારી છે. મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલા વિદ્યુતનગર સોસાયટી પાસે અને હરિ પાર્ક સોસાયટી જવાના રસ્તા પર ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થઈ રહ્યો હોવાથી કેટલાક અસામાજિક તત્વો અહીં એકઠા થઈ દારૂના નશામાં ખેલ કરતા હોવાથી ત્યાંથી સ્થાનિક મહિલાઓને નીકળવું મુશ્કેલ હોવાની વ્યથા સ્થાનિકોએ તાજેતરમાં જ પોલીસ સમક્ષ ઠાલવી હતી. રહીશોએ 5 દિવસ પહેલા પોલીસમાં લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા સ્થાનિક રહીશો ઉકળી ઉઠ્યા હતા. આ દારૂની બદીને દૂર કરવા જાહેર હિતની સલામતીને ધ્યાને લઇ સ્થાનિક રહીશો મેદાને આવ્યા હતા અને સ્થાનિકોએ બંને દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડી હતી. પોલીસની નિષ્ક્રિયતા અને દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી ત્રસ્ત થયેલા સોસાયટીના રહીશોએ આખરે કંટાળીને આજે જનતા રેડ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તે સ્થળ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 થી 200 મીટર જેટલું જ દૂર હોય અને દારૂના નશામાં કેટલાક નસેડીઓ અવારનવાર જાહેરમાં ડીંગલ કરતા હોવા છતાં પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઇંધણની બચતથી અર્થતંત્ર પર દુરગામી અસર
    Next Article
    'Leaked Papers For You, Darling': Lucknow Professor Told Student, Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment