Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનખોરીના આક્ષેપ:કોન્વેન્ટ શાળાઓ અને પ્રકાશકોની મિલીભગતથી હાલાકી

    13 hours ago

    ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં આવેલી કોન્વેન્ટ શાળાઓ અને પુસ્તક પ્રકાશકો વચ્ચેની સાંઠગાંઠને કારણે સામાન્ય વર્ગના વાલીઓ ભારે આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ‘સરસ્વતી પરિવાર’ એસોસિએશનએ કે જે પુસ્તક વિક્રેતાઓનું સંગઠન છે તેમણે આ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે કે, નિયમ મુજબ શૈક્ષણિક સત્ર શરૂ થવાના 45 દિવસ પહેલા નોટિસ બોર્ડ પર પુસ્તકોની યાદી મૂકવી જોઈએ, પરંતુ ઘણી શાળાઓ જાણીજોઈને આ યાદી જાહેર કરતી નથી. ​આ પાછળનું મુખ્ય કારણ શાળાઓ અને ચોક્કસ વેપારીઓ વચ્ચેનું કમિશન સેટિંગ હોવાનું માનવામાં આવે છે. કોન્વેન્ટ શાળાઓ વાલીઓને સીધી રીતે અથવા આડકતરી રીતે અમુક નિશ્ચિત દુકાનો પરથી જ પુસ્તકો અને ગણવેશ ખરીદવા માટે દબાણ કરે છે. આ પ્રક્રિયામાં શાળાઓને પ્રકાશકો તરફથી 30% થી 60% સુધીનું માતબાર કમિશન મળતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને અમુક નામચીન કોન્વેન્ટ શાળાઓ સામે આ બાબતે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંગઠનના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીધામના 26 પુસ્તક વિક્રેતાઓએ મળીને ‘સરસ્વતી પરિવાર’ નામનું સંગઠન બનાવ્યું છે જે છેલ્લા ત્રણ વર્ષથી આ અન્યાય સામે લડી રહ્યું છે. તેઓ માંગ કરી રહ્યા છે કે શાળાઓ સમયસર યાદી જાહેર કરે જેથી વાલીઓ પોતાની પસંદગીની જગ્યાએથી વાજબી ભાવે પુસ્તકો ખરીદી શકે. આ મુદ્દે સંગઠને કલેક્ટર અને શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરવાની તૈયારી દર્શાવી છે જેથી ગરીબ-મધ્યમ વર્ગના વાલીઓને આ શોષણમાંથી મુક્તિ મળી શકે. પુસ્તક વિક્રેતાઓના સરસ્વતી પરિવાર એસોસિએશનનો વિરોધ : ​ શાળાઓ પુસ્તકોની યાદી જાહેર કરવામાં આનાકાની ચોક્કસ દુકાનો પરથી મોંઘા પુસ્તકો ખરીદવા માટે વાલીઓને મજબૂર કરાતા હોવાનો ગંભીર આક્ષેપ પુસ્તકોની મોનોપોલી અને ગુણવત્તાના નામે ખેલાતો ખેલ કોન્વેન્ટ શાળાઓની અંદરની વાત ગાંધીધામની કોન્વેન્ટ શાળાઓમાં માત્ર પુસ્તકો જ નહીં, પણ ગણવેશની ખરીદીમાં પણ વાલીઓને મજબૂર કરવામાં આવે છે. એસોસિએશન અને કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ, શાળાઓ દર બે-ત્રણ વર્ષે ગણવેશમાં ફેરફાર કરે છે અથવા બ્રાન્ડેડ ગણવેશના નામે બિન-બ્રાન્ડેડ કાપડ પધરાવી વાલીઓ પાસેથી ઊંચા ભાવ વસૂલે છે. પુસ્તકોના કિસ્સામાં, પ્રકાશકો સાથે એવી સમજૂતી કરવામાં આવે છે કે તે માલ કચ્છના અન્ય કોઈ વેપારીને વેચવો નહીં, જેથી વાલીઓ પાસે નિર્ધારિત દુકાન સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન રહે. આ ઉપરાંત, ઘણી શાળાઓ નબળું પરિણામ આવતા વિદ્યાર્થીઓને અગિયારમા ધોરણમાં પ્રવેશ આપવાને બદલે ટીસી પકડાવી દે છે, જે નર્સરીથી ભણતા બાળકો સાથેનો અન્યાય છે. વિદ્યા એ પવિત્ર દાન છે તેને વ્યવસાય ન બનાવાય તે હેતુથી વેપારીઓએ હવે ‘સરસ્વતી પરિવાર’ દ્વારા આ છૂપી સાંઠગાંઠ અને નૈતિકતા વિનાના વેપાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુંડા તત્ત્વો બેલગામ:‘તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું?’ કહી વૃદ્ધા પર હિંચકારો હુમલો; લોહીલુહાણ કરી મોબાઈલ તોડી નાખ્યો
    Next Article
    મિલિન્દ બાપના ચાર્જ સંભાળ્યો:અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે મિલિંદ બાપનાએ ચાર્જ સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment