Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુંડા તત્ત્વો બેલગામ:‘તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું?’ કહી વૃદ્ધા પર હિંચકારો હુમલો; લોહીલુહાણ કરી મોબાઈલ તોડી નાખ્યો

    13 hours ago

    રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો હવે પોલીસના નામે પણ ડરતા નથી. જંગલેશ્વર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતા શખ્સે એક વૃદ્ધાને માત્ર એટલા માટે નિશાન બનાવ્યા કે તેમની દીકરી પોલીસમાં ફરજ બજાવે છે. ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું?’ તેવા પડકાર સાથે શખ્સે વૃદ્ધા પર પથ્થરમારો કરી માથું ફોડી નાખ્યું હતું. આ ઘટનાએ પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્વર મેઈન રોડ પર તવક્કલ ચોકમાં રહેતા ઝરીનાબેન ઠેબા (ઉ.વ. 60) રાત્રે પાડોશીના ઘરે બેઠા હતા. ત્યારે આરોપી અરબાઝ ઈસુ સમા ત્યાં ધસી આવ્યો હતો. અરબાઝને તેની માસી રસીદાબેન સાથે અણબનાવ હોવાથી, રસીદાબેન ઝરીનાબેન સાથે કેમ બેઠા છે? તે બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા અરબાઝે ઝરીનાબેનના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી દીવાલમાં ફટકારી તોડી નાખ્યો હતો. બચવા માટે વૃદ્ધાએ ઘરની ડેલી બંધ કરી દીધી હોવા છતાં, લોહીતરસ્યો બનેલો અરબાઝ દીવાલ ઠેકી અંદર ઘૂસ્યો હતો. તેણે ‘તને હમણાં પતાવી દઉં’ કહી પથ્થરનો ઘા ઝીંકતા વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. હોબાળો મચતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપી નાસી છૂટ્યો હતો. હાલ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં પોલીસનો ડર જાણે ઓગળી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે ગુનેગારો જાહેરમાં પોલીસ પરિવારને પડકાર ફેંકી હુમલા કરતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા પર મોટા સવાલ ઉભા થાય છે. ગુનેગારોમાં કાયદાનું ભાન કરાવવાને બદલે પોલીસ તંત્ર ઢીલું સાબિત થઈ રહ્યું હોય તેમ જણાય છે.
    Click here to Read More
    Previous Article
    અપહરણ-દુષ્કર્મ કેસનો ત્રણ વર્ષથી ફરાર કેદી ઝડપાયો:આબુ રોડ પર મસ્જિદ પાસેથી LCBએ દબોચ્યો, ભીખ માંગી ગુજરાન ચલાવતો હતો
    Next Article
    કમિશનખોરીના આક્ષેપ:કોન્વેન્ટ શાળાઓ અને પ્રકાશકોની મિલીભગતથી હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment