Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીજીવીસીએલના સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મુશ્કેલી બન્યા:બેદરકારી : અડધો મે મહિનો વીતી ગયો છતાં સ્માર્ટ મીટરમાં માર્ચનું વીજ બિલ પણ જનરેટ ન થયું !

    11 hours ago

    શહેરમાં PGVCLના સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માથાનો દુખાવો બન્યા હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જ્યારે વીજ વપરાશ અને બિલ વધવાની ચિંતા હોય, ત્યારે સમયસર બિલ ન મળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોને દર મહિને બિલ મળવાની આશા હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે મે મહિનો અડધો પૂરો થયો છતાં ગ્રાહકોને હજી માર્ચ મહિનાના બિલ મળ્યા નથી. ભુજમાં છેલ્લા મહિનાથી સરેરાશ તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. પંખા, કુલર અને ACના સતત વપરાશને કારણે સામાન્ય દિવસો કરતા ઉનાળામાં વીજ વપરાશ દોઢ ગણો વધી જતો હોય છે. જૂના મીટરમાં દર બે મહિને કર્મચારી ઘરે આવીને બિલ આપી જતા પરંતુ સ્માર્ટ મીટરમાં મહિનાની સાઈકલ હોવા છતાં ફેબ્રુઆરી બાદ બિલિંગ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકોને ચિંતા છે કે એકસાથે બિલ આવશે, તો મોટું આર્થિક ભારણ કેવી રીતે વેઠવું ? ભુજમાં જોવા જઈએ તો પીજીવીસીએલના અંદાજે 93 હજાર કનેક્શન છે જેમાં 25 ટકા એટલે કે 23 હજાર કનેકશન સ્માર્ટ મીટરના છે. જે લોકોના ઘરે સાદું મીટર છે તેઓને ઘરે બિલ આવી ગયા છે પરંતુ જ્યાં સ્માર્ટ મીટર છે તેઓને હજુ સુધી માર્ચ મહિનાના પણ બિલ મળ્યા નથી. ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર તો લગાવી દેવાયા, પણ તેના ફાયદા, ગેરફાયદા કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ અપાઈ નથી. PGVCL દ્વારા સમયસર બિલિંગ અને યોગ્ય માર્ગદર્શન અપાય તો ગ્રાહકોમાં વિશ્વાસ વધશે. હાલ પરિસ્થિતિ એવી છે કે ગ્રાહકો નવા સ્માર્ટ મીટર જોઈને ‘સ્માર્ટ’ બનવાને બદલે વધારે પરેશાન થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે શુક્રવારે જ હાજર થયેલા નવા અધિક્ષક ઈજનેર જે. સી. ગોસ્વામી સાથે વાત કરતા તેઓએ પરિસ્થિતિ જાણીને ઘટતું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. એપ્લિકેશન શોભાના ગાંઠિયા સમાન સ્માર્ટ મીટર માટે PGVCLની જે એપ્લિકેશનમાં લૉગિન કર્યા બાદ રોજિંદો વપરાશ જોઈ શકાય છે, પરંતુ બિલ જનરેટ ન થતા હોવાથી ગ્રાહકો મુંઝવણમાં છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે ન તો Google Payમાં અપડેટ આવે છે કે ન તો કોઈ ટેકસ્ટ મેસેજ. PGVCL કચેરીએ તપાસ કરતા જાણવા મળ્યું કે અત્યારે હજી માર્ચ મહિનાના બિલ બનાવવાની કામગીરી ચાલે છે અને એપ્રિલના બિલ તો 25 તારીખ પછી જનરેટ થશે તો પછી મે મહિનાનું ક્યારે મળે ? ગ્રાહકો ‘સ્માર્ટ’ સિસ્ટમથી પરેશાન થઈ ગયા છે. તેઓને ઘરે બિલ આવી ગયા છે પરંતુ જ્યાં સ્માર્ટ મીટર છે તેઓને હજુ સુધી માર્ચ મહિનાના પણ બિલ મળ્યા નથી. ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર તો લગાવી દેવાયા, પણ તેના ફાયદા, ગેરફાયદા કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ અપાઈ નથી. PGVCL દ્વારા સમયસર બિલિંગ અને યોગ્ય માર્ગદર્શન અપાય તો ગ્રાહકોમાં વિશ્વાસ વધશે. હાલ પરિસ્થિતિ એવી છે કે ગ્રાહકો નવા સ્માર્ટ મીટર જોઈને ‘સ્માર્ટ’ બનવાને બદલે વધારે પરેશાન થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે શુક્રવારે જ હાજર થયેલા નવા અધિક્ષક ઈજનેર જે. સી. ગોસ્વામી સાથે વાત કરતા તેઓએ પરિસ્થિતિ જાણીને ઘટતું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.રોજ ગ્રાહકો એપ્લિકેશન ચેક કરે અને કચેરીમાં ધક્કા ખાય છે : તંત્ર કહે છે કામગીરી ચાલુ પણ ભુજમાં 20 હજારથી વધારે સ્માર્ટ મીટર છે, મહિનાની સાયકલ હોવા છતાં અંધેર વહીવટ
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ:નેતાઓનો પ્રહાર- 'ચૂંટણી પતતાં જ જનતા પર મોંઘવારીનો ડામ'; સરકાર સામે સૂત્રોચ્ચાર, જિ.પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત
    Next Article
    સામૂહિક વિરોધ પ્રદર્શન:ઓનલાઇન દવા વેચાણનો વિરોધ : દેશની સાથે કચ્છમાં બુધવારે મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment