Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામૂહિક વિરોધ પ્રદર્શન:ઓનલાઇન દવા વેચાણનો વિરોધ : દેશની સાથે કચ્છમાં બુધવારે મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહેશે

    11 hours ago

    છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલા ઓન લાઇન ખરીદીના ચલણમાં હવે દવા પણ ઓન લાઇન ઓર્ડર આપવાથી મળી રહી છે. આ રીતે ઓન લાઇન ખરીદીમાં ડુપ્લિકેટ દવા આવે તેવી ભીતિ રહે છે ત્યારે દેશભરમાં તા. 20/5ના મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન અપાયું છે જેમાં કચ્છભરના દવાના વેપારીઓ પણ જોડાશે. દેશની સાથે કચ્છમાં યોજાનારા વિરોધ પ્રદર્શન બાબતે વિગતો આપતાં કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના મંત્રી મયૂર જે. શાહે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી લોકો ઓન લાઇન દવા ખરીદી રહ્યા છે. આ રીતે ખરીદીમાં સારૂં વતર મળતું હોવાથી દર્દી લલચાય છે પણ અનેક કિસ્સામાં નકલી દવા ધાબડી દેવાતી હોવાનું બહાર આવ્યું છે. મોટા કોર્પોરેટ હાઉસ દ્વારા બહુ મોટું વળતર આપવામાં આવે છે ગેરકાયદે છે. જો આવી રીતે ડિસ્કાઉન્ટ આપવનું ચાલુ રહેશે તો નાના મેડિકલ સ્ટોર્સને બંધ કરવાનો વારો આવશે. સરકારે ‘નાર્કોટિક’ શ્રેણીમાં મુકી છે તેવી દવાઓ પણ ઓન લાઇન સહેલાઇથી મળી જાય છે. આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાથી જનજાગૃતિ આવે અને સરકાર પણ આ દિશામાં યોગ્ય પગલાં ભરે તે આશયથી તા. 20 મે ના દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે જેમાં કચ્છના રિટેલ અને હોલસેલ મળીને 1300 જેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. વિરોધ પ્રદર્શન બાબતે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના પ્રમુખ મીતેશ ઠક્કરે વિસ્તૃત વિગતો આપી હતી. સ્ટેટ ફેડરેશનના જોઇન્ટ સેક્રેટરી યશેષ ડોડિયાએ પ્રસ્તાવના અને આભાર વિધિ કરી હતી. કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના ઉપપ્રમુખ નીતિન ચંદન, ખજાનચી સચિન વોરાએ પૂરક વિગતો આપી હતી. આ બાબતે ભુજમાં કલેક્ટર તેમજ સાંસદ સહિતનાને આવેદનપત્ર પાઠવીને માગણીઓ મુકાઇ હતી. વૈકલ્પિક વ્યવસ્થા રૂપે કેટલાક મેડિકલ સ્ટોર ચાલુ રહેશે દર્દીઓને દવાની ખરીદી બાબતે પરેશાન ન થવું પડે તે હેતુસર તાલુકા અને ગ્રામ્યસ્તરે નિશ્ચિત કરાયેલા મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. ભુજમાં ચંદન, ભૂમિ અને રામૈયા મેડિકલ સ્ટોર પરથી તા. 20ના બુધવારે દવાનું વેચાણ ચાલુ રહેશે. આવી રીતે દરેક તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારો તેમજ ગાંધીધામમાં નક્કી કરાયેલા મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રહેશે.
    Click here to Read More
    Previous Article
    પીજીવીસીએલના સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મુશ્કેલી બન્યા:બેદરકારી : અડધો મે મહિનો વીતી ગયો છતાં સ્માર્ટ મીટરમાં માર્ચનું વીજ બિલ પણ જનરેટ ન થયું !
    Next Article
    Weather Forecast News | ગરમીને લઈને સૌથી રાહતના સમાચાર | Summer Update | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment