Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસનો ચક્કાજામ:નેતાઓનો પ્રહાર- 'ચૂંટણી પતતાં જ જનતા પર મોંઘવારીનો ડામ'; સરકાર સામે સૂત્રોચ્ચાર, જિ.પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત

    6 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે વિપક્ષ કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરવા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સિદ્ધપુર ચાર રસ્તા પર ચક્કાજામ કરતાં પોલીસે જિલ્લા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ‘હાય રે ભાજપ હાય હાય’ ના નારા સાથે રેલી અને ચક્કાજામ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો અને વિવિધ પાંખના સક્રિય કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યાંથી ભાજપ સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ‘મોંઘવારી ઘટાડો’ અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રો સાથે કાર્યકરો સિદ્ધપુર ચાર રસ્તા પહોંચ્યા હતા અને ત્યાં રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં પોલીસે તાત્કાલિક એક્શન લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને શહેર પ્રમુખ દીપક પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. ચૂંટણી પતતાં જ જનતા પર મોંઘવારીનો ડામ: નેતાઓનો પ્રહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ઘેમર દેસાઈ (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર કીન્નાખોરી અને ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની ભોળી પ્રજાને ભોળવીને ખોબે-ખોબે મત મેળવ્યા અને હવે ચૂંટણી પૂરી થતાં જ ભેટ સ્વરૂપે આ તોતિંગ ભાવવધારો ઝીંકી દીધો છે. મોંઘવારી અને બેરોજગારીથી આમ જનતા અને મધ્યમ વર્ગની કેડ ભાંગી ગઈ છે. જો સરકાર તાત્કાલિક ધોરણે આ ભાવવધારો અંકુશમાં નહીં લાવે તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે. કાનજી ભાઈ દેસાઈ (કોંગ્રેસ અગ્રણી)એ જણાવ્યું હતું કે, આજે અમે ભાજપ સરકાર અને મોદી સાહેબના છાજિયા લીધા છે, કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ખેડૂતો અને સામાન્ય પ્રજા હવે ત્રસ્ત થઈ ગઈ છે. વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા, પરંતુ આજે ખેડૂતોને કશું જ મળતું નથી. તાજેતરમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અન્ય જિલ્લાઓમાં સબસિડી અપાઈ પણ પાટણના ખેડૂતોને કોઈ વળતર ચૂકવાયું નથી. અમે ખેડૂતો અને જનતાના હક માટે આ લડત લડી રહ્યા છીએ. આગામી સમયમાં આંદોલન તેજ કરવાની ચીમકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ તરત જ લાદવામાં આવેલા આ આર્થિક બોજને કારણે સામાન્ય જનતાની સ્થિતિ કફોડી બની હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પાટણમાં આજના આ ઉગ્ર દેખાવો બાદ કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ તોતિંગ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં જનઆંદોલન છેડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુરૂડિયા ગામે દારૂબંધી માટે કડક ઠરાવ કર્યો:યુવાધન બચાવવા વેચાણ-સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ
    Next Article
    પીજીવીસીએલના સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મુશ્કેલી બન્યા:બેદરકારી : અડધો મે મહિનો વીતી ગયો છતાં સ્માર્ટ મીટરમાં માર્ચનું વીજ બિલ પણ જનરેટ ન થયું !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment