Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌવંશ પર અત્યાચાર:શહેરના રામેશ્વરનગર પુલ પર ગૌવંશના વાછરડાઓના મૃતદેહો રોડ પર ફેંકતા દેકારો

    7 hours ago

    જામનગર શહેરના વોર્ડ નંબર ૪ માં આવેલા રામેશ્વર પુલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગૌવંશના નિર્દોષ વાછડાઓના મૃતદેહો કોથળામાં ક્રૂરતાપૂર્વક બાંધીને રોડની વચ્ચોવચ ફેંકી દેવાની અત્યંત શરમજનક અને અમાનવીય ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર એક જ અઠવાડિયામાં ત્રીજીથી ચોથી વાર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થતાં ગૌભક્તમાં રોષ વ્યાપી ગયો હતો. ગૌવંશને તંત્રની ગાડી મંગાવીને રસ્તા વચ્ચેથી મૃતદેહને ઉપડાવ્યો હતો. ​આવો ગંભીર અને માનવતાને શરમાવે તેવો ગુનો કોણ, કયા હેતુથી કરી રહ્યું છે અને સમાજની શાંતિ ડહોળવાનો શું પ્રયાસ છે..? તે અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે. સ્થાનિક લોકો પાસે આ સમગ્ર ઘટનાના સચોટ પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. ​ પ્રશાસન અને જવાબદાર પોલીસ તંત્રને નમ્ર છતાં કડક શબ્દોમાં અપીલ છે કે, આવા ગૌહિંસક અને અસામાજિક તત્વોને વહેલી તકે પકડી પાડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવા ક્રૂર તત્વોની હિંમત વધશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાશે. ગૌમાતા અને મૂંગા પશુઓ પર અત્યાચાર કરનારા નરાધમોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે અને આવી ઘટનાઓ પર કાયમી રોક લાગે તેવી ગૌપ્રેમીઓમાં માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:ટેન્કર હડફેટ લેતા દંપતી ખંડિત થયું, પતિનું મૃત્યુ
    Next Article
    બેદરકારી:જામનગર શહેરમાં વસ્તી ગણતરીની તાલીમ 600 શિક્ષકોને બુકલેટ વગર જ આપી દેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment