Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની ઓળખ આપી 600 ગ્રામ સોનાની લૂંટ:અમદાવાદ એરપોર્ટ બહાર બે યુવકને ગાડીમાં બેસાડી ગાંધીનગર તરફ લઈ જઈ લૂંટી લેવાયા, એપોલો સર્કલ પાસે ઉતારી મહિલા સહિત ત્રણ ફરાર

    1 day ago

    ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના વેપારીએ વધુ પૈસા કમાવવાની લાલચે દુબઈથી મંગાવેલા 600 ગ્રામ સોનાની અમદાવાદ એરપોર્ટ બહારથી પોલીસની ઓળખ આપીને મહિલા સહિત ત્રણ લોકોએ લૂંટ કરી હોવાનો બનાવ બન્યો હતો. વેપારીના માણસો એરપોર્ટ પરથી સોનુ લઈને ચાલતા બહાર જતા હતા ત્યારે બે ગાડીમાં આવેલા શખસોએ બંનેને ગાડીમાં બેસાડીને પોલીસની ઓળખ આપી સોનુ લૂંટી લીધું હતું. ત્યારબાદ ગાંધીનગર એપોલો સર્કલ તરફ બ્રિજ પાસે લઈ જઈને બંનેને ઉતારીને ફરાર થઈ ગયા હતા. એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઉત્તરપ્રદેશનો જુનેદે દુબઈથી સોનુ મંગાવ્યું મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા ખાતે જુનેદ આરીફ નામનો વ્યક્તિ રાઇસ મીલ ધરાવે છે અને તેનો તમામ વ્યવહાર દિલ્હીથી ચાલે .છે દિલ્હી ખાતે નયા બજારની આબીદ જવેલર્સના માલિક આબીદ સાથે ઓળખાણ છે. મૂળ ગોધરાના રહેવાસી અરબાઝ અને તેની માતા સાથે દુબઈથી મોકલવામાં આવતા કપડાના વેપાર ધંધા સાથે પણ જુનેદ જોડાયા હતા. 23 જૂનના રોજ અરબાઝે કહ્યું હતું કે, તમે કપડાનો ધંધો કરો છો તેના કરતા સોનાની ખરીદી કરો તો તમને સારા એવા પૈસા મળશે. જેથી જૂનેદે કહ્યું હતું કે સોનામાં કેટલા પૈસા મળે ત્યારે અરબાઝે તેને સો ગ્રામ સોનું ખરીદો તો 1.16 લાખ રૂપિયા નફો મળશે તેવી વાત કરી હતી. જુનેદે નફાની લાલચમાં દુબઈથી 600 ગ્રામ સોનુ મંગાવ્યું હતું. જુનૈદે બે લોકોને અમદાવાદ સોનું લેવા મોકલ્યા 27 જૂનના રોજ મામા તેમજ માસીના દીકરા હારીશ અને ઐવેશ બંનેને અમદાવાદ ટ્રાવેલ્સ મારફતે સોનું લેવા માટે મોકલ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી બંનેને સોનુ આપવા અનવર નામનો માણસ આવવાનો હતો જેનો ફોટો પણ મોકલી આપ્યો હતો. વહેલી સવારે 5:00 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયા હતા અને સાત વાગ્યાની આજુબાજુ અનવર પાસેથી 600 ગ્રામ સોનું મેળવી લીધું હતું. બંને ચાલતા ચાલતા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવ્યા હતા. ત્યારે પાછળ એક મહિલા અને બે શખસો કરી રહ્યા હતા. પોલીસની ઓળખ આપી બંન્નેને ગાડીમાં બેસાડી લઈ ગયા તેઓ પીછો કરી રહ્યા હોવાના કારણે દોડી અને જતા હતા ત્યારે એક કાર આવીને ત્યાં ઊભી કરી દીધી હતી. બંને શખસોએ તેઓને ગાડીમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ દરવાજા બંધ કરી દીધા હતા. પીછો કરતી મહિલા પણ એક ગાડીમાં બેસીને આવી ગઈ હતી. બંને શખસોને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમે પોલીસમાંથી છીએ જેના કારણે ગભરાઈ ગયા હતા અને ગાડી ગાંધીનગર એપોલો બ્રિજ તરફ લઈ ગયા હતા. રસ્તામાં બંનેને માર માર્યો હતો જે કંઈ પણ હોય એ આપી દેવા કહ્યું હતું અને પેન્ટના ખિસ્સામાં રહેલા 600 ગ્રામ સોનાની લૂંટ કરી દીધી હતી. માર મારીને 600 ગ્રામ સોનાની લૂંટ ગાડી ગાંધીનગર એપોલો સર્કલ પાસે ઉભી રાખી અને બંનેને ઉતારી કાર લઈને શખશો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ બાબતે જુનેદને જાણ કરતાં તે અમદાવાદ આવ્યા હતા અને સોનાનું બિલ ન હોવાથી આ બાબતે તેમણે ફરિયાદ કરી નહોતી. જે બાદ તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 600 ગ્રામ સોનાના લૂંટ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ કોર્ટમાં CFC સેન્ટર શરૂ:વકીલો-પક્ષકારોને ઝડપી ફાઇલિંગનો લાભ મળશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ જવાનોને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ:આગ નિયંત્રણ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment