Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ કોર્ટમાં CFC સેન્ટર શરૂ:વકીલો-પક્ષકારોને ઝડપી ફાઇલિંગનો લાભ મળશે

    1 day ago

    બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સેન્ટ્રલ ફાઇલિંગ સિસ્ટમ (CFC) સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમથી વકીલો અને પક્ષકારોને કોર્ટ સંબંધિત કામગીરીમાં સરળતા અને ઝડપ મળશે. આ સેન્ટર અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં થતી તમામ કોર્ટની ફાઇલિંગ એક જ સ્થળે સ્વીકારવામાં આવશે. આનાથી વકીલો અને અસીલોને અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં. CFC સેન્ટર પર સોગંદનામાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સિવિલ, ક્રિમિનલ અને MACP (મોટર અકસ્માત દાવા અરજી) જેવા કેસો ઝડપથી દાખલ થઈ શકશે. એક જ જગ્યાએ ફાઇલિંગ સ્વીકારાતી હોવાથી, તેની ચકાસણી પણ ત્યાં જ થશે. જો કેસમાં કોઈ વાંધો (ઓબ્જેક્શન) હશે તો તે પણ ઝડપથી દૂર કરી શકાશે, જેનાથી શાખાનું ભારણ ઘટશે અને કોર્ટની કામગીરી વધુ ઝડપી બનશે. આ સિંગલ વિન્ડો સિસ્ટમના ઉદ્ઘાટન પ્રસંગે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ એમ.જે. પરાશર, એડિશનલ સેશન્સ જજ પુરોહિત, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શેખ, ચીફ જજ સોની, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બ્રહ્મભટ્ટ, બોટાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ મનોજસિંહ યાદવ સહિત સિનિયર અને જુનિયર વકીલો, સ્ટાફગણ અને પક્ષકારગણ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી સિનિયર વકીલના હસ્તે રીબીન કાપીને સી.એફ.સી. સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં હિટ એન્ડ રનમાં પ્રૌઢનું મોત, CCTV:બેફામ બાઇકચાલક વોકિંગ કરતા વૃદ્ધને ટક્કર મારી ફરાર
    Next Article
    પોલીસની ઓળખ આપી 600 ગ્રામ સોનાની લૂંટ:અમદાવાદ એરપોર્ટ બહાર બે યુવકને ગાડીમાં બેસાડી ગાંધીનગર તરફ લઈ જઈ લૂંટી લેવાયા, એપોલો સર્કલ પાસે ઉતારી મહિલા સહિત ત્રણ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment