Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ-ગોધરા મેમુ ટ્રેન આવતીકાલે રદ:પશ્ચિમ રેલવેના બ્લોકને કારણે સેવા સ્થગિત

    7 hours ago

    પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવતીકાલે આણંદ-ગોધરા સેક્શન પર મેમુ ટ્રેન સેવા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રેલવે બ્લોકના કારણે ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ રદ રહેશે. આ નિર્ણય ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે ડાઉન લાઈન પર આવેલા બ્રિજ નંબર 51ના પુનઃનિર્માણ કાર્ય માટે લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા આ કામગીરી માટે ખાસ બ્લોક લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યાં અનુસાર, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીને કારણે તારીખ 16.05.2026, શનિવારના રોજ ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ સંપૂર્ણપણે રદ રહેશે. સામાન્ય રીતે, આ ટ્રેન દરરોજ આણંદ સ્ટેશનથી બપોરે 1:05 કલાકે ઉપડે છે અને બપોરે 3:20 કલાકે ગોધરા સ્ટેશન પર પહોંચે છે. રેલવે વિભાગે શનિવારે મુસાફરી કરનારા મુસાફરોને આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીની હાર થતાં ઉષા ઉત્થુપે ઉજવણી કરી?:બંગાળી ગીત 'દીદી'ને TMCની હાર સાથે જોડવામાં આવ્યું, વીડિયો વાયરલ થતાં સિંગર લાલઘૂમ
    Next Article
    ઝીંઝુવાડા રણમાં 10,000 ફ્લેમીંગોનો જમાવડો:વાછડાદાદાની જગ્યા પાછળ પાણી વચ્ચે અનોખો નજારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment