Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાની રાસલી ગામે દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યુ:રાત્રિના અંધારામાં સસલાનો પીછો કરતાં ખુલ્લા કૂવામાં પડ્યું; વન વિભાગે દોરડાથી બાંધી સુરક્ષિત બહાર કાઢ્યું

    9 hours ago

    પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે મોડી રાત્રે એક દીપડાનું બચ્ચું ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધું હતું. નાની રાસલી ગામના ભક્તિ ફળિયામાં દોઢ વર્ષનું દીપડાનું બચ્ચું ખોરાકની શોધમાં આવ્યું હતું. રાત્રિના અંધારામાં સસલાનો પીછો કરતી વખતે તે એક ખુલ્લા અને પાણી વગરના કૂવામાં પડી ગયું. કૂવામાંથી અવાજ આવતા ગ્રામજનોએ ટોર્ચના અજવાળે જોયું તો દીપડાનું બચ્ચું ફસાયેલું હતું. કૂવો ઊંડો હોવાથી બચ્ચું બહાર નીકળી શકતું ન હતું, જેથી ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પાવીજેતપુર વન વિભાગની ટીમ રેસ્ક્યુ વાન અને જરૂરી સાધનો સાથે વહેલી સવારે સ્થળ પર પહોંચી હતી. વન કર્મચારીઓએ કૂવા આસપાસ સુરક્ષા ઘેરો બનાવ્યો. દીપડાનું બચ્ચું હિંસક હોવા છતાં, ટીમે દોરડા અને ગાળિયાનો ઉપયોગ કરીને તેને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી પાંજરામાં પૂરી દીધું. રેસ્ક્યુ કરાયેલા દોઢ વર્ષના દીપડાના બચ્ચાને જબુગામ ખાતેના વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યું છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર, તબીબો દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખાતરી થયા બાદ તેને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ સુરક્ષિત રીતે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. રેસ્ક્યુ ઓપરેશન બાદ નાની રાસલી ગામના રહીશોએ વન વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ વિસ્તારમાં હજુ પણ એક મોટો દીપડો જોવા મળે છે, જેના કારણે ગ્રામજનોમાં ભય છે. વન વિભાગે આ રજૂઆતને ગંભીરતાથી લીધી છે. ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્થળ તપાસ કરવામાં આવશે અને દીપડાની અવરજવરવાળા માર્ગો પર વધુ પાંજરા ગોઠવી તેને પકડવાની કાર્યવાહી શરૂ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ડભોડામાં જુગાર રમતા ચાર ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી, 50 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, યલો એલર્ટ જારી:સુરતના તાપમાનમાં 8°C ઘટાડા બાદ એકઝાટકે 5°Cનો ઉછાળો; 24 કલાકમાં 4.5 ડિગ્રીના વધારા સાથે ભાવનગર સૌથી ગરમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment