Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, યલો એલર્ટ જારી:સુરતના તાપમાનમાં 8°C ઘટાડા બાદ એકઝાટકે 5°Cનો ઉછાળો; 24 કલાકમાં 4.5 ડિગ્રીના વધારા સાથે ભાવનગર સૌથી ગરમ

    12 hours ago

    14 મે, ગુરુવારે પણ ગુજરાતમાં આકરી ગરમી રહી હતી અને મહત્તમ તાપમાનનો પારો 45ને પાર નોંધાયો છે. આ સીઝનમાં પહેલીવાર ભાવનગરમાં તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચ્યું છે, જે ગઈકાલનું રાજ્યનું સૌથી ઊંચું તાપમાન હતું. અહીં 24 કલાકની અંદર જ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઉછાળો જોવા મળ્યો છે. તો સુરતમાં 13 મેના રોજ તાપમાનમાં 8 ડિગ્રીના ઘટાડા બાદ ગઈકાલે પારો સીધો 5 ડિગ્રી વધીને 39.4°Cએ પહોંચ્યો છે. રાજ્યના છ શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મહત્તમ તાપમાનના મોટા ફેરફારની વાત કરીએ તો ભાવનગરમાં 4.5°C, દીવમાં 3.8°C અને વડોદરામાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. જ્યારે પોરબંદરમાં 3.2°C, કંડલામાં 1.5°C અને નલિયામાં 1.5°Cનો ઘટાડો થયો છે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં પણ સામાન્ય વધઘટ નોંધાઈ છે. આજે હવામાન વિભાગ દ્વારા ચાર જિલ્લામાં ‘યલો એલર્ટ’ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલથી થોડા દિવસો માટે લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43° C, સુરતમાં 40°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 43°C, ભૂજમાં 41°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. ચાર જિલ્લામાં યલો એલર્ટ, બપોરે બહાર ન નીકળવા અપીલ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય બન્યું છે, જેના કારણે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. જોકે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન આશરે 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે ગરમીમાં વધારો અનુભવાઈ શકે છે. જોકે, આગામી 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. પવનની દિશા અને ચોમાસાના સંકેત દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર 16 મે, 2026ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. આગામી દિવસોમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી.
    Click here to Read More
    Previous Article
    નાની રાસલી ગામે દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યુ:રાત્રિના અંધારામાં સસલાનો પીછો કરતાં ખુલ્લા કૂવામાં પડ્યું; વન વિભાગે દોરડાથી બાંધી સુરક્ષિત બહાર કાઢ્યું
    Next Article
    बिजनौर में दोस्तों ने बर्थडे पार्टी के बहाने बुलाया और फिर ऐसा किया कि पुलिस को आना पड़ा मौके पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment