Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:વાંકીયા ફાયરિંગ રેન્જ આસપાસ પ્રતિબંધ જાહેર કરાયો

    14 hours ago

    અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ ખાતે આવેલી પોલીસ ફાયરિંગ રેન્જમાં પોલીસ કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામું બહાર પાડી વાંકીયા ગામની ફાયરિંગ બટની આસપાસના વિસ્તારમાં રાહદારીઓ તથા સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વાંકીયા ગામની સરકારી પડતર જમીનમાં આવેલી ફાયરિંગ રેન્જને તાર ફેન્સિંગથી સુરક્ષિત કરવામાં આવી છે. આ ફાયરિંગ બટની બાહ્ય સીમાથી ચારે તરફ 100 મીટર સુધી કોઈપણ વ્યક્તિની અવરજવર અથવા પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા. 19 મે સુધી અમલમાં રહેશે. ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન અકસ્માત અથવા અનિચ્છનીય ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે. હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:RTEમાં ધો.1માં બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દી’
    Next Article
    ફરિયાદ:દેવભૂમિ દેવળીયામાં અધિક મદદનીશ ઇજનેર પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment