Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીટી સ્પોર્ટસ‎:ગરૂડેશ્વરના જંતર ગામના યુવાને કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતાં સન્માન કરવામાં આવ્યું

    11 hours ago

    નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા જંતર ગામના યુવાને કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવતાં ગ્રામજનો તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરૂડેશ્વર તાલુકાના બોરીયાના વાલ્મિકી આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતાં તથા અંતરિયાળ જંતર ગામમાં રહેતાં મુકેશ વસાવાએ રમતગમતના ક્ષેત્રમાં તેનું કૌશલ્ય બતાવ્યું છે. છત્તીસગઢના સરભુજા ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમણે બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ જીતતા આનંદની લાગણી છવાઈ હતી. તેમની આ સિદ્ધિથી આશ્રમ પરિવાર તેમજ ગામજનો તરફથી પંચાલા ગામે પ્રાથમિક શાળામાં તેનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, રમત ગમત અધિકારી દિનેશ ભીલ, વાલ્મિકી આશ્રમના સંત કમલાકર મહારાજ નિવૃત એડીશન કલેકટર સોમજી ડુંગરિયા, સરપંચ નટવર તડવી, પ્રકાશ તડવી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતાં.મુકેશ વસાવા હવે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ટ્રાયલ આપી ભારત નું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ દર્જ કરાવશે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ:કૌટુંબિક વિવાદમાં 5 વર્ષમાં 1145 કેસ નોંધાયા; અહમનો ટકરાવ, આર્થિક ખેંચતાણ, સો. મીડિયાનો પ્રભાવ કારણભૂત‎
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:RTEમાં ધો.1માં બાળકનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment