Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ:કૌટુંબિક વિવાદમાં 5 વર્ષમાં 1145 કેસ નોંધાયા; અહમનો ટકરાવ, આર્થિક ખેંચતાણ, સો. મીડિયાનો પ્રભાવ કારણભૂત‎

    11 hours ago

    ચિંતન મહેતા |સુરેન્દ્રનગર તા. 15 મેના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કૌટુંબિક સંબંધોના તાણાવાણામાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. બદલાતી સામાજિક સ્થિતિ અને જીવનશૈલીના કારણે પરિવારોમાં નાના-મોટા ઝઘડાઓ હવે કોર્ટના ઉંબરા સુધી પહોંચી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં કુલ 1145 કેસ નોંધાયા છે. જે સામાજિક ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આ અંધકાર વચ્ચે આશાનું કિરણ એ છે કે કાયદાકીય લડતને બદલે સમજાવટથી મામલો થાળે પાડવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા ફેમિલી કોર્ટના આંકડા મુજબ, 2021માં માત્ર 67 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025 સુધીમાં વધીને 541 પર પહોંચી ગયા છે. આ પાંચ ગણો ઉછાળો સામાજિક સંબંધોમાં આવતી તિરાડ સૂચવે છે માત્ર કેસ વધ્યા છે તેવું નથી, પરંતુ કોર્ટ અને કાઉન્સેલરો દ્વારા થતા સમાધાનના પ્રયાસોમાં પણ ગતિ આવી છે. વર્ષ 2021માં જ્યાં માત્ર 8 કિસ્સામાં સમાધાન થયું હતું, કિસ્સો 1: મુક બધીર દંપતીનો વિવાદ, સંતાનોના ભવિષ્યનું હિત સમજાવ્યું સુરેન્દ્રનગરના એક પતિ અને પત્ની છેલ્લા 8 વર્ષથી વૈવાહિક જીવનમાં જોડાયેલા છે. તેમને 4 વર્ષનું એક સંતાન છે. બંને પતિ-પત્ની મૂક અને બહેરા છે. છેલ્લા અંદાજે 1.5 વર્ષથી બંને અલગ રહેતા હતા. પરસ્પર મતભેદ અને સંવાદની અછતને કારણે વૈવાહિક જીવનમાં તણાવ સર્જાયો હતો. બંને પક્ષોને કાઉન્સેલિંગ માટે હાજર કરતા બંને મૂક અને બહેરા હોવાને કારણે કાઉન્સેલિંગ પ્રક્રિયા સંકેત ભાષા નિષ્ણાતની મદદથી હાથ ધરી હતી. કાઉન્સેલરે બંને પક્ષોની લાગણીઓ, મુશ્કેલીઓ અને ફરિયાદોને સંકેત ભાષા દ્વારા પરસ્પર સમજણ, વિશ્વાસ, સંવાદ અને પોતાના સંતાનના ભવિષ્યના હિત અંગે સમજાવ્યું હતું. બંને પક્ષોએ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરી અને પોતાના મતભેદો દૂર કરવાની તૈયારી દર્શાવી. સંકેત ભાષા નિષ્ણાતની મદદથી બંને વચ્ચે યોગ્ય સંવાદ સ્થાપિત થયો. અંતે બંનેએ ફરી સાથે રહી વૈવાહિક જીવન સુખમય રીતે આગળ વધારવા માટે સંમતિ દર્શાવી. કિસ્સો-2 : 17 વર્ષના વૈવાહિક જીવનમાં વિશ્વાસ, પરિવારનું મહત્ત્વ સમજાવ્યું સુરેન્દ્રનગરના પતિ અને પત્ની છેલ્લા 17 વર્ષથી વૈવાહિક જીવનમાંથી તેમને 2 સંતાન થયા. છેલ્લા અંદાજે 5 વર્ષથી બંને પતિ-પત્ની પારિવારિક નાના-મોટા મતભેદો અને ઘરેલુ સમસ્યાઓને કારણે અલગ રહેતા હતા. લાંબા સમયથી ચાલતા મતભેદોના કારણે દાંપત્ય જીવનમાં અંતર અને તણાવ ઉભો થયો હતો. બંને પક્ષોને કાઉન્સેલિંગ માટે હાજર કર્યા હતા. દરમિયાન બંને પક્ષોની વાતો, ફરિયાદો અને લાગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. બંનેને પરસ્પર સમજણ, સહનશીલતા, વિશ્વાસ અને પરિવારના મહત્વ અંગે સમજાવ્યું હતું. કાઉન્સેલરે બંને પક્ષોને પોતાના સંતાનોના ભવિષ્ય, પારિવારિક સુખ-શાંતિ અને દાંપત્ય જીવનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરીને મતભેદો દૂર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાઉન્સેલિંગ દરમિયાન બંને પક્ષોએ પોતાના મતભેદો દૂર કરવાની તૈયારી દર્શાવી અને પરસ્પર સમજણ સાથે ફરીથી સાથે રહી વૈવાહિક જીવન આગળ વધારવા માટે સંમતિ દર્શાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કચ્છમાં ‘ઈંધણ ઈમરજન્સી’: સામાન્ય નાગરિકો માટે ‘નો સ્ટોક’, ‘સેટિંગ’ વાળા ગ્રાહકોને રાતોરાત જથ્થો
    Next Article
    સીટી સ્પોર્ટસ‎:ગરૂડેશ્વરના જંતર ગામના યુવાને કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતાં સન્માન કરવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment