Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માટે ગૌરવ:એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત 'સ્પોર્ટ્સ હેન્ડબુક કમિટી' માં પ્રો. ડૉ. રણછોડ રથવીની વરણી

    10 hours ago

    એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી (AIU) દ્વારા ભારતભરની યુનિવર્સિટીઓ માટે 'સ્પોર્ટ્સ હેન્ડબુક' તૈયાર કરવા માટે ખાસ 10 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ગૌરવશાળી કમિટીમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું પ્રતિનિધિત્વ AIU માં ભારતની કુલ 1026 યુનિવર્સિટીઓ સભ્ય છે. આટલી વિશાળ સંખ્યામાંથી માત્ર 10 નિષ્ણાતોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ડૉ. રથવીની પસંદગી થવી એ સમગ્ર ગુજરાત અને રમતગમત જગત માટે અત્યંત ગૌરવની બાબત છે. પ્રો. ડૉ. રણછોડ રથવી છેલ્લા 24 વર્ષથી ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી 2400 થી વધુ ખેલાડીઓએ નેશનલ કક્ષાએ ભાગ લીધો છે. તેમના નેતૃત્વમાં 35 થી વધુ વિદ્યાર્થીઓએ Ph.D. અને M.Phil. ની પદવી પ્રાપ્ત કરી છે. છેલ્લા બે વર્ષમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના 1187 ખેલાડીઓએ ઓલ ઇન્ડિયા અને વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. તેમના માર્ગદર્શન હેઠળ 5 ખેલાડીઓએ 'વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ' માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મેડલ અને ચેમ્પિયનશીપનો ગૌરવશાળી ઇતિહાસ છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ ડૉ. રથવીના નેતૃત્વમાં કુલ 27 મેડલ જીત્યા છે. તેમની દેખરેખ હેઠળ વોલીબોલ, ગ્રેપલીંગ, વુડબોલ અને જુડો જેવી રમતોમાં યુનિવર્સિટીએ ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. કુલ 64 ટીમોએ વેસ્ટઝોન, ઓલ ઇન્ડિયા અને 'ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સામાજિક સેવા અને રાષ્ટ્રીય સન્માન (NSS) રમતગમતની સાથે ડૉ. રથવી સામાજિક સેવામાં પણ અગ્રેસર છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે તેઓ છેલ્લા 24 વર્ષથી NSS (National Service Scheme) સાથે જોડાયેલા છે. પ્રો.ડૉ. રણછોડ રથવીને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે 'બેસ્ટ પ્રોગ્રામ ઓફિસર'નો નેશનલ NSS એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના માર્ગદર્શનમાં 3 સ્વયંસેવકોએ નેશનલ એવોર્ડ અને 9 સ્વયંસેવકોએ સ્ટેટ એવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મિડલ ક્લાસ પર ‘ઈન્ટરનેશનલ સર્જિકલ સ્ટ્રાઈક’:મોંઘવારીની સુનામીની તૈયારીઓ? યુદ્ધથી થાળીમાં બોમ્બ ફૂટવાની ક્રોનોલોજી; ટ્રમ્પ-જિનપિંગની ડીલ ને ખેડૂતોની અગ્નિપરીક્ષા
    Next Article
    પંચમહાલમાં 19 વર્ષના યુવકની ઝાડ પર લટકતી લાશ મળી:ભાદરોલી જંગલ વિસ્તારમાંથી યુવકની આત્મહત્યા; યુવતી પક્ષના ત્રાસનો પરિવારે લગાવ્યો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment