Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના ધણાદમાં ઓનલાઈન ગેમમાં દેણું થતાં યુવાને ઝેર ગટગટાવ્યું:માળીયાના જાજાસરમાં 19 વર્ષીય યુવતીએ ફાંસો ખાધો; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    7 hours ago

    મોરબી જિલ્લામાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા ૩૧ વર્ષીય ઘનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી નામના યુવાને ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતાં થયેલા દેણાથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પિતા નાનજીભાઈ સોલંકીની જાણના આધારે હળવદ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાજાસરમાં 19 વર્ષીય યુવતીનો ગળાફાંસો બીજો બનાવ માળીયા (મી) તાલુકાના જાજાસર ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશની અને હાલ જાજાસરમાં મજૂરી કામ કરતી ૧૯ વર્ષીય આશાબેન ખુમસિંગ મછારે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. બાવળના ઝાડ સાથે લટકી આપઘાત આશાબેને જાજાસર ગામની સીમમાં ખેતરના સેઢા પાસે આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે હોસ્પિટલ મારફતે જાણ થતાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi on Gyanesh Kumar, 12 October Protest: INDIA Bloc का बड़ा एलान | Jantar Mantar | CJP
    Next Article
    સુરતમાં ડો. હર્ષના આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરને પોલીસે દબોચી:ભાવનગરની દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ, અન્ય બે આરોપી હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment