Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના ગોકુળનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડા:પોલીસને જોઈ મકાન માલિક ફરાર, પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

    1 day ago

    હળવદ ટાઉન વિસ્તારમાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ચાર આરોપીઓને કુલ રૂ. 2,62,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં રૂ. 1,51,500 રોકડાનો સમાવેશ થાય છે.હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે હળવદના ગોકુળનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોકળભાઈ બારના મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા (રહે. હળવદ ગોકુલનગર), બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર (રહે. હળવદ શરણેશ્વર સોસાયટી), ધવલ દેવશીભાઇ કલોતરા (રહે. હળવદ ગોકુલનગર) અને વાસુદેવ મોહનભાઈ એરવાડીયા (રહે. હળવદ વસંતપાર્ક) ને ઝડપી લેવામાં આવ્યા હતા. મકાન માલિક ભરત ગોકળભાઇ બાર ફરાર થવામાં સફળ રહ્યો હતો.પોલીસે ઝડપાયેલા ચાર આરોપીઓ અને ફરાર થયેલા એક આરોપી સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મંદિરની દાનપેટીમાંથી દાન ચોરી જતો શખ્સ ઝડપાયો:રાજકોટમાં ભરવાડ સમાજના મચ્છો માતાજીના મંદિરમાં રાત્રિના સમયે ઘૂસેલા તસ્કરના નામે 19 ગૂના
    Next Article
    NewsClick के ख़िलाफ़ FIR ख़ारिज, ED को क्या-क्या सुनाया अदालत ने?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment