Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા SDMની અધ્યક્ષતામાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા બેઠક:ચોટીલા સબ-ડિવિઝનમાં પોસ્ટ-રૈન એક્શન પ્લાન યુદ્ધના ધોરણે અમલી બનાવવા સૂચના

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ-ડિવિઝનમાં 23થી 25 જુલાઈ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાન, રાહત-બચાવ કામગીરી અને વરસાદ પછી હાથ ધરાનારી પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. નાયબ કલેક્ટરે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરીને સામાન્ય જનજીવન વહેલી તકે પૂર્વવત્ કરવા તમામ વિભાગોને સૂચના આપી હતી. ત્રણ દિવસમાં થાનગઢમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ત્રણ દિવસ દરમિયાન થાનગઢ તાલુકામાં સૌથી વધુ 259 મી.મી. (આશરે 11 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલામાં 154 મી.મી. (આશરે 6 ઇંચ) અને મૂળી તાલુકામાં 104 મી.મી. (આશરે 4 ઇંચ) વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પશુહાનિ, કાચા મકાનોને નુકસાન અને વીજ પુરવઠા સહિતની સેવાઓ પર અસર થઈ હતી. ચોટીલામાં વીજ પુરવઠા અને સફાઈ કામગીરીને પ્રાથમિકતા ચોટીલા તાલુકામાં એક દુધાળા ભેંસના મૃત્યુ બદલ ₹37,500ની સહાય ચૂકવવામાં આવી છે. બે કાચા મકાનોને આંશિક નુકસાન થયું છે, જેનો સર્વે ચાલી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં જાનહાનિ કે મોટા પ્રમાણમાં નુકસાન નોંધાયું નથી. પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ સાથે 50 સફાઈ કર્મચારીઓ દ્વારા બ્લીચિંગ, ક્લોરિનેશન અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. PGVCL દ્વારા 95માંથી 75 વીજ ફોલ્ટ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફોલ્ટ અને નુકસાનગ્રસ્ત વીજ પોલને આગામી 24 કલાકમાં કાર્યરત કરવા ટીમો સતત કામગીરી કરી રહી છે. રાજ્ય માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા છે અને ચાણપા-જાણીવડલા ઓવરબ્રિજ પર સમારકામ ચાલી રહ્યું છે. થાનગઢમાં આરોગ્ય અને સ્વચ્છતા અભિયાનને વેગ થાનગઢ તાલુકામાં એક દુધાળા પશુના મૃત્યુ બદલ સહાય ચૂકવવામાં આવી છે તથા બે કાચા મકાનોના નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ સહાય આપવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં 106 સફાઈ કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ, સેનિટેશન અને દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની નવ ટીમો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિંગ, દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી કરી રહી છે. ત્રણ ગામોમાં વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે રૂપાવટી ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. મૂળીમાં વીજ પુરવઠો, માર્ગો અને આરોગ્ય સેવાઓ પુનઃસ્થાપિત મૂળી તાલુકામાં પણ એક દુધાળા પશુના મૃત્યુ બદલ સહાય ચૂકવાઈ છે અને બે કાચા મકાનોના નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. PGVCL દ્વારા 170માંથી 143 વીજ ફોલ્ટ દૂર કરવામાં આવ્યા છે અને બાકીના ફોલ્ટ તેમજ વીજ પોલને કાર્યરત કરવા ટીમો કાર્યરત છે. અગાઉ બંધ રહેલા તમામ મુખ્ય માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 40થી વધુ ટીમો દ્વારા ફોગિંગ, દવા છંટકાવ અને રોગચાળાના સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાપદંશની સારવાર માટે પૂરતી એન્ટી-સ્નેક વેનોમ દવા ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. પીવાના પાણી માટે ક્લોરિનેશનની કામગીરી સતત ચાલી રહી છે અને નાયકા ડેમ હાલ 70 ટકા ભરાયેલો છે. પોસ્ટ-રૈન એક્શન પ્લાનને સર્વોચ્ચ પ્રાથમિકતા બેઠકના અંતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ વિભાગોને વરસાદ બાદની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. ગામે-ગામ સફાઈ, ક્લોરિનેશન, ફોગિંગ, દવા છંટકાવ, પીવાના પાણીના નમૂનાઓની તપાસ, આરોગ્ય સર્વેલન્સ, નુકસાનનો સર્વે, સહાયની ઝડપી ચુકવણી, વીજ પુરવઠાની સંપૂર્ણ પુનઃસ્થાપના, માર્ગોની મરામત તથા ડેમોની સતત દેખરેખ રાખવા ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ તમામ વિભાગોને દૈનિક પ્રગતિ અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે રજૂ કરવા, આંતરવિભાગીય સંકલન જાળવવા અને સામાન્ય જનજીવનને શક્ય તેટલું વહેલી તકે પૂર્વવત્ કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતે ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવ્યું:3-0થી T20 સિરીઝ જીતીને વ્હાઇટવોશ કર્યો, વૈભવ સૂર્યવંશીએ 81 રન બનાવ્યા; મયંક યાદવને 3 વિકેટ
    Next Article
    મંદિરની દાનપેટીમાંથી દાન ચોરી જતો શખ્સ ઝડપાયો:રાજકોટમાં ભરવાડ સમાજના મચ્છો માતાજીના મંદિરમાં રાત્રિના સમયે ઘૂસેલા તસ્કરના નામે 19 ગૂના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment