Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો:ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા જતા મામલો બિચક્યો

    8 hours ago

    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઝૂંબેશ અંતર્ગત નિકોલમાં મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર થઈ નિકોલ ગામ થઈ ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ સુધીના રોડ પર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે એસ્ટેટની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ખાસ કરીને લારીઓ વાળા અને પાથરણાંવાળાઓ સાંજે રોડ ઉપર શાકભાજીની લારીઓ લઈને ઉભા રહી જાય છે જેના કારણે થઈને મુખ્ય રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા થતી હોય છે વાહનચાલકોને હાલાકી પડતી હોય છે ત્યારે આજે સાંજે 6.30 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગ ની ટીમ નિકોલ વોર્ડમાં ગંગોત્રી સર્કલ થઈને અટલ આવાસ યોજના તરફ જઈ રહી હતી ત્યારે રોડ ઉપર અનેક શાકભાજીની લારીઓ અને પાથરણાવાળા હતા. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર દબાણ કરેલી તમામ લારીઓને અને પાછળના વાળાઓને તેમના સામાન સાથે ઉપાડી લેવાની શરૂઆત કરી હતી ત્યારે શાકભાજી વેચનારી મહિલાઓ હાથમાં દંડો લઈને આવી હતી અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓને ધમકાવ્યા હતા. લારીઓ અને સામાન લેવાનું શરૂ કરવાની સાથે જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એન્ફોર્સમેન્ટ ટીમની એક ગાડી ઉપર પથ્થર મારો કરીને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. કર્મચારીઓ જે ગાડીમાં બેઠા હતા તે ગાડીની આગળ આવી અને ઉભા રહી ગયા હતા. પથ્થરમારો કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસની હાજરીમાં તમામ દબાણ કરનારની લારીઓ અને સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગ દ્વારા પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાંથી દબાણો દૂર કરવા માટેની કડક ઝુંબેશ હાથ ધરી છે ત્યારે હવે સાંજના સમયે મુખ્ય રોડ ઉપર ક્યાંય પણ જો લારીઓ અથવા અન્ય દબાણ હશે તો તમામ દબાણો એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. શહેરના તમામ વિસ્તારોમાં દબાણ હટાવવાની ડ્રાઇવ કરવામાં આવી રહી છે જો કોઈ પણ આ કામગીરીમાં રૂકાવટ કરશે તો સરકારી કામમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ​બુટલેગરોનો બેરલ કીમિયો નિષ્ફળ કરતી ક્રાઈમ બ્રાન્ચ:જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતલપુરની ઓરડીમાં દરોડો પાડી પતરાના પીપડામાંથી 2.75 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો: એક સાગરીત પકડાયો, બે મુખ્ય બુટલેગરો ફરાર.
    Next Article
    કાલોલ પોલીસે 3 DJ સિસ્ટમ, ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ 5 સંચાલક સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment