Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ પોલીસે 3 DJ સિસ્ટમ, ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ 5 સંચાલક સામે કાર્યવાહી

    7 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 3 DJ સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી કુલ ₹45.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે 5 DJ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલોલ પોલીસે ઝેરના મુવાડા, બોરુ ટર્નિંગ અને કાલોલ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મર્યાદા કરતા વધુ અવાજમાં વગાડવામાં આવતી ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ અને તેના સંબંધિત અન્ય સાધનોનો સમાવેશ થાય છે. પોલીસે આ કાર્યવાહી અંતર્ગત કુલ 5 સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓમાં ઘનશ્યામ રાવજીભાઈ પરમાર, પ્રકાશ અર્જુન બારીયા, દીપકુમાર રાઠોડ, મિતેશ ચાવડા અને મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગો અને અન્ય કાર્યક્રમોમાં નિયમ કરતા વધુ અવાજમાં ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા અને જાહેરનામાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસે આકરો અભિગમ અપનાવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી ડીજે સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો:ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા જતા મામલો બિચક્યો
    Next Article
    Education Minister Pradhan shown black flags outside IIMA campus by NSUI over NEET paper leak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment