Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​બુટલેગરોનો બેરલ કીમિયો નિષ્ફળ કરતી ક્રાઈમ બ્રાન્ચ:જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતલપુરની ઓરડીમાં દરોડો પાડી પતરાના પીપડામાંથી 2.75 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો: એક સાગરીત પકડાયો, બે મુખ્ય બુટલેગરો ફરાર.

    9 hours ago

    જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી અને બુટલેગરના બેરલ કીમિયાને નિષ્ફળ કરી બુટલેગરોના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે. સામાન્ય રીતે બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે અવારનવાર અવનવા અખતરા અને કીમિયા અજમાવતા હોય છે, પરંતુ આ વખતે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની બાજ નજરે તેમની સ્માર્ટ ગણાતી ટ્રિકને પણ નિષ્ફળ સાબિત કરી દીધી છે.જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરો દ્વારા સાંતલપુરની ઓરડીમાં પતરાના બેરલની આડમાં સંતાડીને રાખવામાં આવેલા પરપ્રાંતનો ઇંગ્લિશ દારૂના રૂ.2 લાખ થી વધુના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ​લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમ ગુનાખોરી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી દારૂના મોટા જથ્થા અંગેની એક અત્યંત ચોક્કસ અને મહત્વની લીડ મળી હતી, જેના પર પોલીસે તાત્કાલિક દરોડાનું આયોજન કર્યું હતું.પીએસઆઇ પી.કે. ગઢવી, એ.એસ.આઈ. યશપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા અને કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાતરને સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન સચોટ વિગત મળી હતી કે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના બે કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગરો વિપુલ જેઠાભાઈ મોરી તેમજ ચના રાણાભાઈ મોરી લાંબા સમયથી ભાગીદારીમાં ગેરકાયદેસર નેટવર્ક ચલાવે છે. આ બંને બુટલેગરોએ ચૂંટણી કે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને અથવા તો સ્થાનિક સ્તરે મોટો નફો કમાવવા માટે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં, ઓઝત નદીના કિનારે આવેલા માં બારકા ફાર્મ નજીકની એક અવાવરું ઓરડીમાં છુપાવી રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેનું છૂટક વેચાણ થવાનું હતું. ​બાતમી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની આખી ટીમ સાંતલપુર સીમ વિસ્તારમાં ત્રાટકી હતી અને શંકાસ્પદ ઓરડીને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. શરૂઆતમાં પોલીસને ઓરડીની અંદર તપાસ કરતા કબુતરી કલરના પતરાના ખુલ્લા અને ખાલી 10 બેરલ જોવા મળ્યા હતા, જેથી કોઈને પણ એમ લાગે કે અહીં માત્ર ભંગાર પડ્યો છે. પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ રાખતા ત્યાં બીજા 5 એકદમ સીલબંધ પેક કરેલા લોખંડના બેરલ નંગ મળી આવ્યા હતા. પોલીસને આ બેરલની ગોઠવણ પર શંકા જતા તેમણે દેશી હથોડી અને છીણી જેવા સાધનો મંગાવ્યા હતા અને મહેનત કરીને આ પાંચેય પેક પીપડાના મજબૂત ઢાંકણા તોડી નાખ્યા હતા. પીપડા ખુલતાની સાથે જ તેની અંદરથી પ્લાસ્ટિકના ચપટા એટલે કે નાની બોટલોના રૂપમાં સંતાડેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ બુટલેગરોની ચાલાકી પર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ​પોલીસે ઘટનાસ્થળેથી જ દારૂના આ કાળા કારોબારની દેખરેખ રાખતા અને માલનો સંગ્રહ કરનાર સ્થાનિક સાગરીત આરોપી વિપુલ કૈલાશભાઇ રાઠોડ (ઉંમર વર્ષ 25, રહેવાસી મૂળ કણઝાધાર, હાલ સાંતલપુર સીમમાં વલ્લભભાઈ વામજાની વાડી)ને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. જો કે, આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો મંગાવનાર જૂનાગઢ ગાંધીગ્રામના મુખ્ય બુટલેગરો વિપુલ જેઠાભાઈ મોરી અને ચના રાણાભાઈ મોરી પોલીસ રેઇડની ભનક આવી જતા પહેલા જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ બંને માથાભારે બુટલેગરોને પકડવાના બાકી આરોપી જાહેર કરીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​ક્રાઈમ બ્રાન્ચે આ સફળ અને રેડ ન દરમિયાન ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના કુલ 1536 નંગ પ્લાસ્ટિકના ચપટા કબ્જે કર્યા હતા, જેની બજાર કિંમત રૂપિયા 2,64,096 થાય છે. આ સિવાય આરોપી પાસેથી રૂપિયા 10,000ની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલા રૂપિયા 1,500ના ખાલી બેરલ મળીને કુલ રૂપિયા 2,75,596નો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પકડાયેલા અને ફરાર તમામ આરોપીઓ સામે વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ દારૂ કયા રાજ્યમાંથી અને કયા માર્ગે જૂનાગઢ સુધી ઘુસાડવામાં આવ્યો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    19 વર્ષ જૂના સ્કેચના આધારે પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો:રાજકોટમાં 2007માં યુવકની હત્યા નિપજાવી ફરાર હતો, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ક્રાઈમ બ્રાંચે ઓપરેશન પાર પાડ્યું
    Next Article
    એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો:ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા જતા મામલો બિચક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment