Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વર્ષ જૂના સ્કેચના આધારે પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો:રાજકોટમાં 2007માં યુવકની હત્યા નિપજાવી ફરાર હતો, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ક્રાઈમ બ્રાંચે ઓપરેશન પાર પાડ્યું

    10 hours ago

    વર્ષ 2007માં રાજકોટના ચકચારી હત્યા કેસમાં ક્રાઈમબ્રાંચને 19 વર્ષે સફળતા હાથ લાગી છે. પૂજારા પ્લોટ વિસ્તારમાં ભાવેશ રજપૂત નામના યુવકનું અપહરણ કરી હત્યા નિપજાવી ફરાર થઈ ગયેલા આરોપી પૈકીના એક આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે. હત્યાને અંજામ આપી નેપાળ નાસી છૂટેલા આરોપી સુધી પહોંચવું પોલીસ માટે પડકારજનક હતું. પોલીસ પાસે આરોપીનો જે તે સમયનો એક સ્કેચ જ હતો. હત્યા કેસમાં ફરાર કિશન નામનો આરોપી મુંબઈમાં રહેતો હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ સ્કેચ લઈ મુંબઈ પહોંચી હતી. 36 કલાક સુધી ઝૂંપડપટ્ટીમાં રહીને આરોપીની ઓળખ કરી દબોચી લીધો હતો. જેને રાજકોટ લાવવામાં આવ્યો છે. હત્યા કેસમાં તેની સાથે રહેલા અન્ય 3 આરોપીઓ ક્યાં છે તેને લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં 19 વર્ષ પૂર્વ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો રાજકોટમાં રહેતા ભાવેશ રજપૂત નામના નેપાળી મહિલા મંજુ સાથે સંબંધ હતા. વર્ષ 2007માં મંજુ અને ભાવેશ વચ્ચે ઝઘડો થતા કિશન ચૌધરી સહિત 3 શખસોએ ભાવેશનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી અને ગેસ્ફોર્ડ ટોકિઝ પાસે નાલામાં લાશને ફેંકી દીધી હતી. લાશ 10 દિવસ બાદ મળી આવી હતી. પોલીસે ચાર શખસો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી મંજુની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. નેપાળથી મુંબઈ આવેલા હત્યારાને પોલીસે દબોચી લીધો 19 વર્ષ જૂના હત્યા કેસમાં સંડોવાયેલા ચાર પૈકીના ત્રણ આરોપીઓ ફરાર હોય પોલીસ શોધખોળ કરતી હતી. તેની વચ્ચે જ રાજકોટ ક્રાઈમ બ્રાચને માહિતી મળી હતી કે, કિશન ચૌધરી નામનો આરોપી નેપાળથી આવીને મુંબઈ પનવેલમાં આવી મ્યુનિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક બેઝ પર સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યો છે. જેથી રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ તુરંત જ કિશનને ઝડપવા મુંબઈ રવાના થઈ ગઈ હતી. 19 વર્ષ જૂના સ્કેચના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી 2007માં હત્યાને અંજામ આપી કિશન ફરાર હોય તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારજનક હતી. પરંતુ, પોલીસ પાસે જે તે સમય તૈયાર કરાયેલો એક સ્કેચ હતો. જેના આધારે પનવેલની ઝૂંપડપટ્ટીમાં પોલીસે વેશપલટો કરીને 36 કલાક સુધી કિશનની શોધખોળ કરી હતી. 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ અને પુરાવાની તપાસ કરી હતી અને કિશન ચૌધરીની ઓળક કરી હતી. તેને હાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીના ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી કિશન ફરાર આરોપીઓના સંપર્કમાં છે કે કેમ તેમજ તે 19 વર્ષ સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સગર્ભાઓ પર આતંકી હુમલાથી 'ગોપી વહુ' ભડકી:દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું, 'રાક્ષસોને નરકમાં જગ્યા મળશે'; નાઇજીરીયામાં 11 લોકોની હત્યાથી એક્ટ્રેસ દુઃખી
    Next Article
    ​બુટલેગરોનો બેરલ કીમિયો નિષ્ફળ કરતી ક્રાઈમ બ્રાન્ચ:જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતલપુરની ઓરડીમાં દરોડો પાડી પતરાના પીપડામાંથી 2.75 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો: એક સાગરીત પકડાયો, બે મુખ્ય બુટલેગરો ફરાર.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment